Changes From 1 September: આજથી બદલાયા આ 5 નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, જાણવું ખુબ જરૂરી
Changes From 1 September: ઓગસ્ટ મહિનો તો ગયો...આજથી નવો સપ્ટેમ્બર મહિનો શરૂ થયો. આ મહિનો અનેક નવા ફેરફાર લઈને આવ્યો છે. એક સપ્ટેમ્બરથી થયેલા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે જે તમારે જાણવા ખાસ જરૂરી છે. કોઈ ફેરફારથી તમને ફાયદો થશે તો કોઈ ફેરફારથી તમારે હવે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. ખાસ જાણો આ ફેરફાર વિશે.
Changes From 1 September: ઓગસ્ટ મહિનો તો ગયો...આજથી નવો સપ્ટેમ્બર મહિનો શરૂ થયો. આ મહિનો અનેક નવા ફેરફાર લઈને આવ્યો છે. એક સપ્ટેમ્બરથી થયેલા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે જે તમારે જાણવા ખાસ જરૂરી છે. કોઈ ફેરફારથી તમને ફાયદો થશે તો કોઈ ફેરફારથી તમારે હવે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે.
ગેસ સિલિન્ડર
કોમર્શિયલ ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder Price) ના ભાવ આજથી 91.5 રૂપિયા ઘટ્યા છે. દિલ્હીમાં તેના ભાવ ઘટીને 1885 રૂપિયા થયા છે જ્યારે પહેલા આ સિલિન્ડર 1976.50 રૂપિયાનો હતો. આ સતત પાંચમીવાર એવું બન્યું છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. મે મહિનામાં સિલિન્ડર 2354 રૂપિયાની રેકોર્ડ કિંમત પર પહોંચી ગયો હતો.
પ્રીમિયમ
તમારી વિમા પોલીસીનું પ્રિમિયમ એક સપ્ટેમ્બરથી ઘટશે. ઈરડા તરફથી જનરલ ઈન્શ્યુરન્સના નિયમોમાં કરાયેલા ફેરફાર બાદ ગ્રાહકોને 30થી 35 ટકાની જગ્યાએ હવે ફક્ત 20 ટકા મિશન એજન્ટને આપવાનું રહેશે. જેની સીધી અસર પ્રીમિયમ પર પડશે.
પીએનબી બેંક
પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે કેવાયસી અપડેટ કરવાની તારીખ 31 ઓગસ્ટ હતી. જો તમે હજુ સુધી તમારું કેવાયસી અપડેટ ન કરાવ્યું હોય તો તમારું ખાતું બ્લોક થઈ શકે છે. એટલે કે તમારે એકાઉન્ટ ઓપરેટ કરવા માટે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
નેશનલ પેન્શન સ્કિમ
નેશનલ પેન્શન સ્કિમમાં એક સપ્ટેમ્બરથી એકાઉન્ટ ઓપન કરવાવા બદલ પોઈન્ટ ઓફ પ્રેઝન્સને કમિશન અપાશે. અત્રે જણાવવાનું કે PoP દ્વારા જ એનપીએસમાં રોકાણકારોને રજિસ્ટ્રેશન તથા અન્ય પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજથી PoP ને 10 રૂપિયાથી લઈને 15 હજાર રૂપિયા સુધીનું કમિશન આપવામાં આવશે.
પીએમ કિસાન સન્માન નિધિ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી. સરકાર તરફથી વાંરવાર તારીખ આગળ વધારાયા બાદ પણ જો તમે કેવાયસી અપડેટ કરાવી શક્યા નથી તો તમને 12મા હપ્તાનો લાભ મળશે નહીં. અત્રે જણાવવાનું કે સરકાર કેવાયસી અપડેટ કરાવનારાના ખાતામાં જ પૈસા ટ્રાન્સફર કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube