નવી દિલ્હીઃ આખરે અનેક વિરોધો બાદ કોંગ્રેસે પંજાબમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે. અનેક નામ સામે આવ્યા બાદ હવે એક નવા નેતાને પાર્ટીએ પંજાબની કમાન સોંપી છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસ નેતા હરીશ રાવતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હવે સાંજે 6.30 કલાકે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજભવન જઈ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. 


હરીશ રાવતે કરી જાહેરાત
પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે ચરણજીત સિંહ ચન્નીને ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા સુખજિંદર સિંહ રંધાવાનું નામ મુખ્યમંત્રી તરીકે આગળ ચાલી રહ્યુ હતુ, પરંતુ નવજોત સિંહ સિદ્ધુના વિરોધ બાદ પાર્ટીએ હવે ચરણજીત સિંહને પ્રદેશની કમાન સોંપી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube