કેદારનાથઃ ઉત્તરાખંડ ખાતે ચારધામના કપાટ બંધ કરવાની પ્રક્રિયા શનિવારથી શરૂ થઈ ગઈ... જેમાં ગંગોત્રી ધામના કપાટ શનિવારે બંધ થયા... તો રવિવારે કેદારનાથ અને યમુનોત્રી ધામના કપાટ પરંપરાગત વિધિ-વિધાન સાથે બંધ કરવામાં આવ્યા... જોકે બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓ 17 નવેમ્બર સુધી દર્શન કરી શકશે... ત્યારે 6 મહિનામાં કેટલાં શ્રદ્ધાળુઓેએ ચારધામના દર્શન કર્યા?... હવે ચારધામના કપાટ ક્યારે ખૂલશે?...જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાખંડમાં આવેલા ચારધામના કપાટ બંધ કરવાની પ્રક્રિયા શનિવારથી શરૂ થઈ ગઈ છે... જેમાં શનિવારે ગંગોત્રી ધામના કપાટ બપોરે 12 કલાક અને 14 મિનિટે બંધ કરવામાં આવ્યા.... જોકે ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો...


તો આ તરફ કેદારનાથ ધામના કપાટ રવિવારે સવારે 8:30 કલાકે સેનાના બેન્ડ અને પરંપરાગત સંગીતની ધૂન સાથે બંધ કરવામાં આવ્યા...બપોરે 12 કલાક અને 5 મિનિટે યમુનોત્રી ધામના કપાટ પણ ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા....


હાલ તો ત્રણ ધામના કપાટ 6 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યા છે... પરંતુ બદ્રીનાથ ધામમાં ભક્તો 17 નવેમ્બર સુધી દર્શન કરી શકશે... કેદારનાથ ધામના કપાટ 10 મેના રોજ ખોલવામાં આવ્યા હતા... અહીંયા કેટલાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા તેના આંકડા પર નજર કરીએ તો...


1 નવેમ્બર સુધી કેદારનાથમાં 16 લાખ 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. બદ્રીનાથ ધામમાં 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓેએ દર્શન કર્યા.... 7.10 લાખ ભક્તોએ યમુનોત્રીમાં દર્શન કર્યા. 8.11 લાખ ભક્તોએ ગંગોત્રીમાં દર્શન કર્યા. અત્યાર સુધીમાં કુલ 44 લાખ યાત્રાળુઓેએ ચાર ધામના દર્શન કરીને આનંદની લાગણી અનુભવી... 


દર વર્ષે ઠંડીની સિઝન શરૂ થતાં જ કેદારનાથ ધામ સહિત તમામ ચારધામના કપાટ બંધ કરી દેવામાં આવે છે... 6 મહિના પછી તમામ ચારધામમાં કપાટ ખોલવામાં આવે છે અને ભક્તો ચારધામની યાત્રા કરીને ધન્યતાનો અનુભવ કરે છે...