દેહરાદુન : ચારધામ યાત્રાના પ્રમુખ પડાવ કેદારનાથ મંદિરનાં કપાટ બુધવારે ખુલશે. તૈયારીઓ પુર્ણ તઇ ચુકી છે અને મંદિરને 5 ક્વિન્ટલ ફુલો અને શાકભાજીથી સજાવી દેવામાં આવ્યું છે. 29 એપ્રીલ એટલે કે કાલે સવારે 6.10 મિનિટે કપાટ ખુલશે. કેદારનાથના કપાટ ખુલતા સમયે મંદિરના રાવલ ભીમાશંકર ત્યાં હાજર નહી હોય. મુખ્ય પુજારી શિવશંકરે જ ઉખીમઠમાં પુજા કરી હતી અને કપાટ ખુલતા સમયે  તેઓ પરંપરા પુર્ણ કરશે. કેદારનાથનાં રાવલ ગિરી છે, તેઓ 19 એપ્રીલ બાદથી ઉખીમઠમાં ક્વોરન્ટાઇનમાં છે. તેઓ 3 તારીખ બાદ જ કેદારનાથ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટિંગ કિટ અંગે ચીને કહ્યું ભારતે અમારી કીટને ખરાબ ક્વોલિટીની કહી તે બેજવાબદાર વલણ

આ પહેલીવાર નથી જ્યારે રાવલની ગેરહાજરીમાં કપાટ ખુલી રહ્યા છે. કેદારનાથમાં રાવલ ગુરૂ સ્થાનમાં હોય છે, તેઓ પોતે પુજા નથી કરતા એટલા માટે પહેલા પણ કેટલાક પ્રસંગો પર રાવલની ગેરહાજરીમાં કપાટ ખુલી રહ્યા છે. કેદારનાથમાં રાવલ ગુરૂના સ્થાને હોય છે, તેઓ પોતે પુજા નથી કરતા એટલા માટે પહેલા પણ કેટલાક પ્રસંગોમાં રાવલની ગેરહાજરીમાં કપાટ ખુલે છે. પુજાની જવાબદારી રાવલનાં આધીન આવનારા લિંગાયત બ્રાહ્મણોનું હોય છે. બીજી તરફ પુજારી હોય છે. આ ઉપરાંત મંદિરના કર્મચારીઓ પણ હોય છે. આ તમામ લોકો ત્યાં હાજર રહેશે. 


કોરોના વચ્ચે ZIKA પર ચોંકાવનાર સ્ટડી, સેક્સ સંબંધોથી ફેલાઇ શકે છે ZIKA વાયરસ

પાંચ ભક્ત બાબા કેદારનાથની ડોલી લઇને કેદારધામ પહોંચી ચુક્યા છે. આ બીજો પ્રસંગ છે જ્યારે ડોલીના અડધા કરતા પણ વધારે રસ્તે ગાડી પર લાવવામાં આવ્યા છે. આ અગાઉ દેશમાં ઇમરજન્સીના સમયે આવુ કરવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube