રાયપુર: છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમને અરીસો ગીફ્ટ કર્યો છે. જેને લઈને તેમની આકરી ટીકા થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ અરીસો કોઈ શોપિંગ સાઈટ પરથી ઓર્ડર કર્યો જેમાં તેમણે ડિલીવરી માટે વડાપ્રધાન નિવાસસ્થાનનું સરનામું લખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અરીસો ગિફ્ટ કર્યાનો એક સ્ક્રીન શોટ લઈને આ ઈમેજ તેમણે પોતાના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ પરથી શેર કરી છે. ફોટો શેર કરવાની સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અરીસો એવી જગ્યાએ પર લગાવવાનું કહ્યું છે કે જ્યાંથી તેઓ વારંવાર પસાર થતા હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#IndiaKaDNA: પાકિસ્તાન આખી દુનિયામાં કટોરો લઈને ફરી રહ્યું છે- જનરલ વી. કે. સિંહ


ફેસબુક પર પોસ્ટ કરી અરીસાના ઓર્ડરની તસવીર
પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટની સાથે ભૂપેશ ભઘેલે લખ્યું છે કે "હું તમને આ અરીસો ભેટ તરીકે મોકલી રહ્યો છું. આ અરીસો તમે લોક  કલ્યાણ માર્ગના તમારા નિવાસ સ્થાન પર એવી જગ્યાએ લગાવજો કે જ્યાંથી તમે સૌથી વધુ વખત પસાર થતા હોવ. જેથી કરીને અરીસામાં તમે તમારો ચહેરો વારંવાર જોઈ શકો અને અસલી ચહેરાને ઓળખવાની કોશિશ કરી શકો." તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે "બની શકે કે તમે આ અરીસાનો ઉપયોગ ન કરો. પીએમ નિવાસની કોઈ કચરા ટોપલીમાં ફેકી દો. પરંતુ અરીસો જોવાથી તમે ફરી ક્યારેય બની નહીં શકો. આ દેશની 125 કરોડની જનતા આ વખતે ચૂંટણીમાં તમને અરીસો બતાવવાની છે. તૈયાર છો ને મોદીજી?"


માત્ર શૌચાલય નહીં, પરંતુ કરોડો માતાઓ-બહેનોની ઈજ્જતનો પણ હું ચોકીદાર છું: PM મોદી


કાળા નાણાવાળાને તમે વિદેશ ભગાડી દીધા- બઘેલ
"વાત ફક્ત વિશેષણો આગળ સીમિત નથી મોદીજી. 2014 અગાઉ તમે કાળા નાણાના વિરોધી હતા. ભ્રષ્ટાચારના વિરોધી હતા. પાકિસ્તાનને લવ લેટર લખવાના વિરોધી હતા, ચીનને તમે લાલ આંખ દેખાડવા માંગતા હતાં. ગંગા માના પુત્ર હતાં, સ્માર્ટ સીટીઝ અને આદર્શ ગામડાઓના સપના વેચનારા રાજનેતા હતાં. સ્વામીનાથન આયોગના રિપોર્ટના સાચા સમર્થક હતાં. પરંતુ 2014 બાદથી જ આ બધાના વિપરીત થઈ ગયાં. કાળા નાણાવાળાને વિદેશ ભગાડી દીધા. રાફેલમાં અનિલ અંબાણી સાથે ભ્રષ્ટાચારના ભાગીદાર બની ગયાં, અડધી રાતે સંસદ ખોલાવીને જીએસટી બિલ પાસ કરાવ્યું પરંતુ તેનાથી દેશના કારોબારની કમર તૂટી ગઈ. ગંગા નદીની સ્થિતિ હજુ પણ દયનીય છે. બેરોજગારીના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા. તમે આમંત્રણ વગર  પાકિસ્તાન જઈને બિરયાની ખાઈ આવ્યાં, ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે ઝૂલા ઝૂલતા જોવા મળ્યાં. બનારસને ક્યોટો બનાવવું એ તો દરેક ખાતામાં 15- 15 લાખ રૂપિયા નાખવા જેવો જુમલો સાબિત થયો." 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...