નવી દિલ્હી : નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારમાં વોટિંગ કરાવવા માટે મહેનત અને એક ઇમાનદાર અધિકારીની જિદ પર આધારિત ન્યૂટન તમે જરૂર જોઇ હશે. તેમાં તમે તે પણ જોયું કે નક્સલવાદીઓની ચૂંટણી બહિષ્કાર વચ્ચે સરકારી અધિકારી ન્યૂટન કુમાર બસ્તરનાં જે દુરનાં વિસ્તારમાં વોટિંગ કરાવવા પહોંચ્યા હતા, ત્યાં એક પત્રકાર પણ પહોંચ્યા હતા. અસલ જીવનમાં પણ પત્રકારિતાનાં પ્રોફેશનથી જોડાયેલા તે કિરદારનું વાસ્તવીક નામ કુંજામ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સવાલ ઉઠે છે કે 12 નવેમ્બરનાં રોજ છત્તીસગઢની જે 18 સીટો પર વોટિંગ થયું, તે દરમિયાન શું મંગળ કુજામે મતદાન કર્યું ? બીબીસી હિન્દીનાં એક રિપોર્ટ અનુસાર આ વખતે મંગળે મતદાન નથી કર્યું. જો કે ગત્ત વખતે તેમણે પોતાનાં મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. તેનો જવાબ આપતા મંગળે કહ્યું કે, આ વખતે તેમના ગામનું મતદાન કેન્દ્ર ત્યાંથી 4 કિલોમીટરના અંતરે શિપ્ટ કરી દેવાઇ હતી. નક્સલવાદથી પ્રભાવિત આ વિસ્તારમાં માઓવાદીઓએ ચૂંટણીના બહિષ્કારનું આહ્વાન કર્યું હતું. બીજી તરફ મતદાન કરવા માટે પગે ચાલીને પહોંચી શકાય તેમ હતું. આ કારણે તેઓ નક્સલવાદીઓની નજરમાં આવે તેવો અંદેશો હતો. આ કારણે મંગળ અને તેના ગામના કોઇ પણ વ્યક્તિએ મતદાન નથી કર્યું. 

બુલેટ પર બેલેટ ભારે પડ્યું
જો કે તે પણ યોગ્ય છે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મતદાનમાં દહેશત ફેલાવવા માટે નક્સલવાદીઓએ તમામ હથકંડાઓ અજમાવ્યા પરંતુ તેમની બુલેટ પર બેલેટ ભારે પડ્યું હતું. બસ્તરના દંતેવાડામાં ખતરા છતા 263 મતદાતા મતદાન કરવા માટે મતદાતા સેંટર પહોંચ્યા. અધિકારનો ઉપયોગ કર્યા બાદ લોકોને પોતાનાં જીવની ચિંતા પણ હતીી. આ વાતને ધ્યાનમાં રાખતા મોટા ભાગનાં લોકોએ મત આપ્યા બાદ ઘર જવાથી પહેલા આંગળી પર લાગેલી વોટિંગની સાહીને મિટાવી દીધી. લોકોનું કહેવું હતું કે એવું કરવું મજબુરી છે કારણ કે ઘરનાં રસ્તામાં નક્સલવાદીઓની સામે હોઇ શકીએ છીએ.