ચેન્નઈઃ તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ જણાવ્યું કે, મદ્રાસ વેટરનરી હોસ્પિટલના ડોક્ટરોએ 6 વર્ષની ગાયના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક કચરો, સિરિન્જની સોય, નાખ, સિક્કા અને ભોજનને પેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એલ્યુમિનિયમ ફોઈલ કાઢી હતી. મુખ્યમંત્રીએ ગાયનું ઓપરેશન કરનારા ડોક્ટરની પ્રશંસા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાયનો માલિક મુનિરત્નમે તેને લઈને હોસ્પિટલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેની ગાયે ખાવાનું છોડી દીધું છે. આથી ડોક્ટરોએ કેટલાક ટેસ્ટ કર્યા પછી એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કર્યું હતું. ત્યાર પછી ડોક્ટરોને જોવા મળ્યું કે, ગાયના પેટમાં પ્લાસ્ટિક છે અને ઓપરેશન કરીને તેને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. 


આઘાતજનક! સમયસર એમ્બ્યુલન્સ ન મળતાં અભિનેત્રી અને નવજાત બાળકનું મૃત્યુ!


ડો. બાલા સુબ્રમણિયમના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમે સવારે 11.00થી સાંજે 4.00 કલાક એમ 5 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે, ગાયના પાચનતંત્રમાં 75% પ્લાસ્ટિકનો કચરો હતો. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ જણાવ્યું કે, ગાયની તબિયત સારી છે અને હવે તે ખોરાક લઈ રહી છે. તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક માત્ર પ્રયાવરણ જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ નુકસાનકારક છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....