આપણે બાળપણથી અનેક એવા મુહાવરા અને કહેવતો સાંભળીએ છીએ અને તેનો ધડાધડ ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. પરંતુ તેના વાસ્વિક અર્થ તો ભાગ્યે જ કોઈને ખબર હોય છે. કેટલીક એવી જ કહેવતોમાં સામેલ છે- છછૂંદર કે સિર પર ચમેલી કા તેલ... ત્યારે આપણને એમ થાય  કે ક્યાં છછૂંદર અને ક્યાં ચમેલીનું તેલ. બંનેને મેળ ક્યાં પડે. આ હિન્દીનો એક મુહાવરો છે. ચાલો જાણીએ તેની પાછળનો અર્થ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છછૂંદર કે સિર પર ચમેલી કા તેલ...મુહાવરો હિન્દીમાં ખુબ બોલાય છે. બોલવામાં ને બોલવામાં તે મુહાવરો બની ગયો. આજે અમે તેમને તેનો જે અર્થ જણાવીશું તે જાણીને તમને પણ સમજમાં આવશે કે આખરે આવું કેમ બોલાય છે. 


આ મુહાવરો બનવા પાછળનું એક ખાસ કારણ છે. છછૂંદર એક એવો જીવ છે જે પોતાની સુરક્ષા વખતે દુશ્મનોથી બચવા એક વિચિત્ર પ્રકારની દુર્ગંધ છોડતું હોય છે. આ દુર્ગંધના કારણે લગભગ તમામ જીવો તેનાથી નફરત પણ કરતા હોય છે. જ્યારે ચમેલી એક એવું ફૂલ છે જેની તીવ્ર સુગંધ હોય છે અને તે સારા કામમાં ઉપયોગમાં લેવાય છે. આ બંને એક બીજાથી ઊંઘા હોય છે. આ જ કારણ છે કે આના પરથી મુહાવરો બની ગયો. જેનો અર્થ થાય છે કે અયોગ્ય વ્યક્તિને ખુબ જ કિમતી વસ્તુ મળી જાય. 


છછૂંદર એક એવું ગંદુ જીવ હોય છે જેની દુર્ગંધના કારણે માંસાહારી જાનવરો પણ તેનો શિકાર કરતા ખચકાય છે. તેનું માંસ ખાવું પણ પસંદ કરતા નથી. પ્રકૃતિમાં ફક્ત ઘૂવડ જ એવું છે જે છછૂંદરના માંસને પચાવી શકે છે. આ જ કારણ છે કે તેની પાસે કોઈ કિંમતી વસ્તુ હોય તે શોભા દેતું નથી કારણ કે તેની દુર્ગંધ તેને પણ ગંદુ બનાવી દે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube