છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. નક્સલી હુમલામાં 11 જવાન શહીદ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દંતેવાડાના અરનપુરના જંગલોમાં નક્સલવાદીઓએ ઘૂસણખોરી કરીને જવાનો પર હુમલો કર્યો હતો. આઈડી બ્લાસ્ટમાં જવાનો શહીદ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે આજે દંતેવાડાના અરનપુર પોલીસ સ્ટેશન હેઠળ માઓવાદી કેડરની હાજરીની બાતમીના આધારે, નક્સલ વિરોધી ઓપરેશન માટે દંતેવાડાથી ડીઆરજી ફોર્સ રવાના કરવામાં આવી હતી. પરત ફરતી વખતે અરનપુર રોડ પર નક્સલી દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઓપરેશનમાં સામેલ 10 DRG જવાન અને એક ડ્રાઈવર શહીદ થયા હતા.


નક્સલીઓને બક્ષવામાં આવશે નહીં: ભૂપેશ બઘેલ
નક્સલી ઘટના બાદ સીએમ ભૂપેશ બઘેલની પ્રતિક્રિયા સામે આવી છે. સીએમએ કહ્યું, "તે ખૂબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. આ લડાઈ હવે અંતિમ તબક્કામાં છે. નક્સલવાદીઓને બક્ષવામાં આવશે નહીં."