રાયપુરઃ છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જગદલપુરમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત છત્તીસગઢી ભાષામાં કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને કહ્યું કે, ભાઈબીજના તહેવારના દિવસે તમારી પાસે કંઈ માંગવા આવ્યો છે. અત્યાર સુધી દેશમાં જેટલા પણ વડાપ્રધાન થયા છે, તેમાં સૌથી વધુ વાર હું બસ્તર આવ્યો છે. જ્યારે પણ અહીં આવ્યો છે ખાલી હાથ ગયો નથી. 


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલાની સરકારનો ધંધો તારા-મારાનો હતો, હું આજે મારી જવાબદારી નિભાવવા આવ્યો છું. જવાબદારી પ્રમાણે અહીંના લોકોની મુશ્કેલી દૂર કરવાની છે. વડાપ્રધાને કહ્યું કે, પહેલાની સરકાર મારા-તારામાં રમી, પરંતુ અમારો ઈરાદો બધાનો સાથ બધાનો વિકાસ છે. છત્તીસગઢનો વિકાસ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે. 


વડાપ્રધાને કહ્યું કે, પહેલાની સરકારો કહેતી હતી નક્સલિઓને કારણે અહીં વિકાસ થઈ રહ્યો નથી. પરંતુ અમારી સરકારે તમામ મુશ્કેલીનો સામનો કરીને વિકાસ કર્યો છે. જો અર્બન માઓવાદી છે તે શહેરોમાં એસીમાં રહે છે અને તેના બાળકો વિદેશોમાં ભણે છે. પરંતુ ત્યાં બેઠેલા આદિવાસી બાળકોની જિંદગી બરબાદ કરવાનું કામ કરે છે. કોંગ્રેસ પાર્ટી અર્બન માઓવાદીઓના પક્ષમાં ઉભી રહે છે, નક્સલવાદને મુદ્દો બનાવીને કોંગ્રેસ મતની ખેતી કરી રહી છે. 


વડાપ્રધાને કહ્યું કે, બસ્તરની દરેક સીટ પર કમળ ખીલવું જોઈએ, જો કોઈ એવું આવી ગયું તો બસ્તરના સપનામાં દાગ લગાવી દેશે. આપણે અટલજીના સપનાને પૂરૂ કરવાનું છે, તેથી અમે વારંવાર છત્તીસગઢ આવીએ છીએ. છત્તીસગઢ હવે 18 વર્ષનું થઈ રહ્યું છે, તેથી અમે તેના સપનાને પૂરા કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, છત્તીસગઢના વિકાસ માટે કેન્દ્રની સરકાર અને રાજ્યની રમનસિંહ સરકાર સતત કાર્ય કરી રહી છે. 


જ્યારે છત્તીસગઢ બન્યું તો શરૂઆતમાં કોંગ્રેસ સરકાર બની, તેણે શરૂઆતથી જ ખોટું કહ્યું, પરંતુ થોડા સમય બાદ લોકોએ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી. 


પ્રથમ તબક્કામાં આ સીટો પર થશે ચૂંટણી
છત્તીસગઢમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં આ મહિનાની 12 તારીખે બસ્તર ક્ષેત્રના સાત જિલ્લા અને રાજનાંદવાંગ જિલ્લાની 18 સીટો અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુર, બસ્તર, જગદલપુર, ચિત્રકોટ, દંતેવાડા, બીજાપુર, કોંટા, રાજનાંદગાંવ, ડોંગરગઢ, ડોંગરગામ, ખુજ્જી, ખૈરાગઢ અને મોહલા-માનપુરમાં મતદાન યોજાશે. આ સીટોમાંથી 12 સીટો અનુસૂચિત જનજાતિ માટે તથા એક સીટ અનુસૂચિત જાતિ માટે અનામત છે.