છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 70.87% જ્યારે મિઝોરમમાં 77.04 % મતદાન નોંધાયું
આજે બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાની 20 બેઠકો પર મતદાન મંગળવારે સાંજે 5 વાગે પૂરું થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં 70.87 ટકા મતદાન થયું.
આજે બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાની 20 બેઠકો પર મતદાન મંગળવારે સાંજે 5 વાગે પૂરું થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં 70.87 ટકા મતદાન થયું. જ્યારે મિઝોરમમાં રેકોર્ડબ્રેક 77.04 ટકા મતદાન થયું.
છત્તીસગઢ પહેલા તબક્કાનું મતદાન પૂરું
છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકોમાંથી 20 બેઠકો માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થયું. વર્ષ 2018 વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં 20 બેઠકોમાંથી 18 બેઠકો પર ઓછું મતદાન થયું છે. જ્યારે ફક્ત 2 બેઠકો પર જ ગત ચૂંટણીની સરખામણીમાં વધુ મતદાન રેકોર્ડ થયું છે.
ક્યાં કેટલું મતદાન
પહેલા તબક્કામાં બસ્તર સંભાગની 12 અને દુર્ગ સંભાગની 8 બેઠકો માટે મતદાન થયું. જેમાં પંડરિયા, કવર્ધા, ખૈરાગઢ ડોંગરગઢ, રાજનાદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી, બસ્તર, જગદલપુર, ચિત્રકોટ, મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર, અને કોંટા વિધાનસભા સીટ સામેલ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube