છત્તીસગઢમાં ગર્જ્યા PM મોદી, કહ્યું- આ લોકો મારી કબર ખોદવાની ધમકી આપશે, પરંતુ જે ડરે તે મોદી ન હોઈ શકે`
Chhattisgarh Assembly Election 2023: ચૂંટણી રાજ્ય છત્તીસગઢને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7600 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. શુક્રવારે પીએમ મોદીએ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં લગભગ 7600 કરોડ રૂપિયાના ખર્ચવાળી 10 પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. ભાજપના નેતાઓએ જણાવ્યું કે પીએમ મોદી વિશેષ વિમાનથી સવારે લગભગ સાડા 10 વાગે રાયપુર પહોંચ્યા હતા.
ચૂંટણી રાજ્ય છત્તીસગઢને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7600 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. શુક્રવારે પીએમ મોદીએ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં લગભગ 7600 કરોડ રૂપિયાના ખર્ચવાળી 10 પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. ભાજપના નેતાઓએ જણાવ્યું કે પીએમ મોદી વિશેષ વિમાનથી સવારે લગભગ સાડા 10 વાગે રાયપુર પહોંચ્યા હતા. અહીં પૂર્વ મુખ્યમંત્રી રમનસિંહ, અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદન, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કેન્દ્રીય રોડ અને પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ સામેલ થયા હતા.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં પંજો તેમના અધિકારો છીનવામાં લાગ્યો છે. તેમણે કહ્યું કે છત્તીસગઢના વિકાસની સામે એક ખુબ મોટો પંજો દીવાલ બનીને ઊભો છે. અને આ પંજો કોંગ્રેસનો છે. જે લોકો પાસેથી તેમનો હક છીનવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકો મારી પાછળ પડશે, મારી કબર ખોદવાની ધમકી આપશે, મારા વિરુદ્ધ ષડયંત્ર રચશે. પરંતુ તેમને ખબર નથી કે જે ડરી જાય તે મોદી ન હોઈ શકે.
મહિલાએ સસરાને જાહેરમાં રસ્તા પર દોડાવી દોડાવીને લોખંડના સળિયાથી માર્યા!, Video વાયરલ
સંભાળીને રહેજો...અતિ ભારે વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ
શું રાહુલ જોડે પણ દાદી જેવું થશે? જાણો કેમ છીનવાઈ હતી ઈન્દિરા ગાંધીની સંસદની સદસ્યતા
તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ શુક્રવારે રાયપુર-વિશાખાપટ્ટનમ આર્થિક કોરિડોર હેઠળ 6 લેનવાળા ઝાંકી-સરગી ખંડ (43 કિલોમીટર), સરગી-બાસનવાહી (57 કિલોમીટર) અને બસનવાહી-મારંગપુરી ખંડ (25 કિમી)નો શિલાન્યાસ કર્યો.
આ ઉપરાંત પીએમ મોદીએ કોરબામાં 136 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના એક એપલીજી બોટલિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન પીએમ મોદીએ આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીઓને કાર્ડ વિતરણની શરૂઆત કરી અને અંતાગઢથી રાયપુર માટે એક નવી ટ્રેનને લીલી ઝંડી આપી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube