રાયપુર : બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ 13 ઓક્ટોબરે છત્તીસગઢમાં પોતાનું ચૂંટણી બિગુલ ફુંકી દીધું. આ દરમિયાન તેમણે કેન્દ્ર અને રાજ્યની સરકારો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની રમણ સરકારે જનતાને ઘણા વચન આપ્યા, પરંતુ તેમણે પુરા નથી કર્યા. આ દરમિયાન માયાવતીએ કોંગ્રેસ પર બસપાને નબળું પાડવાનો આરોપ લગાવ્યો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંદીભાષી રાજ્યોમાં બસપાનાં વધી રહેલા જનાધારથી કોંગ્રેસ પરેશાન છે. બીજી તરફ બસપાને નબળું પાડવા માંગતી હતી અને ઘણી ઓછી સીટો ફાળવી રહી હતી. જ્યારે અમે સન્માનજનક સીટો માંગી રહ્યા હતા. આ કારણથી અમે કોંગ્રેસની સાથે ગઠબંધન નથી કર્યું. રેલીને સંબોધિત કરતા માયાવતીએ કહ્યું કે, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચુકી છે. હવે ગઠબંધનનાં લોકોની આ પ્રયાસ થવા જોઇએ કે અમારાથી વધારેમાં વદારે ઉમેદવારો જીતીને આવે, જેથી આ ગઠબંધન પોતાના પર બહુમતની સરકાર બનાવી શકે. તેમણે કહ્યું કે, સમગ્ર વિસ્તારમાં અમારી સરકાર બનવા અંગે દલિતો, પછાત, લઘુમતી, ગરીબો, મજુરો અને વેપારીઓનો વિકાસ થશે. સાથે જ લોકો સ્વાભિમાન સાથે જીવન જીવી શકશે. 

રાજ્યમાં વિકાસ થશે, તો નક્સલવાદી ગતિવિધિઓમાં લગામ લગાવી શકાય. નક્સલ પોતે રસ્તા પર આવી જશે. આદિવાસી અને દલિત વિરોધી સરકાર હોવાનાં કારણે નક્સલી ગતિવિધિઓ વધી ગઇ છે. આ દરમિયાન માયાવતીએ નોટબંધી, કાળાનાણા, રામ મંદિર અને મોબ લિંચિંગ જેવા મુદ્દાઓ પર ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ રામ મંદિરનો મુદ્દો ઉછાળવા લાગી છે. હવે ભાજપ એક રામ મંદિર નહી પરંતુ ઇચ્છે તેટલા રામ મંદિરન બનાવી લે, પરંતુ તેને કોઇ જ ચૂંટણી લક્ષી ફાયદો નહી થાય.

આ દરમિયાન મયાવતીની સાથે જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જે) પ્રમુખ અજીત જોગી પણ હાજર રહ્યા. આ પહેલો પ્રસંગ હતો જ્યારે માયાવતી છત્તીસગઢમાં કોઇ અન્ય દળની સાથે સંયુક્ત મંચ પર હાજર રહ્યા હોય. બસપાએ ત્યાર બાદના મહિનાઓમાં છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જે)ની સાથે ગઠબંધન કર્યું છે. 

ચૂંટણી ગઠબંધન સમજુતી અનુસાર 90 સભ્યોની વિધાનસભા માટે બસપા 35 સીટો પર ચૂંટણી લડશે, જ્યારે જેસીસીજે 55 સીટો પર ચૂંટણી લડશે. અજિત જોગીને ગઠબંધનમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વાજપેયીએ કહ્યું કે, તેમની મુલાકાત બાદ 35 સીટો પર ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ ગઠબંધન છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને ખાસ્તી પ્રભાવિત કરશે. ઘણા વિધાનસભા વિસ્તારમાં ત્રિકોણીય રસાકસીની સંભાવના માનવામાં આવી રહી છે.