છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી
ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે શનિવારે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે શનિવારે ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. છત્તીસગઢમાં 77, તેલંગાણામાં 38 સીટો અને મિઝોરમ ચૂંટણી માટે 13 ઉમેદવારોની યાદી ઇશ્યુ કરવામાં આવ્યા.
શનિવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ચૂંટણી સમિતીએ છત્તીસગઢનાં 90માંથી 77 સીટો પર ઉમેદવારોનાં નામ નિશ્ચિત કરી દીધા. 77માંથી મહિલા 14 અને 25 યુવા ચહેરા, 53 ખેડૂત અને 10 અનુસૂચિત જનજાતી ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
છત્તીસગઢમાં ભાજપ ચોથીવાર જીત પ્રાપ્ત કરવા માટે પોતાનાં 14 ધારાસભ્યોની ટીકિટ કાપી નાખી છે. પહેલાથી જ આ ધારાસભ્યોની ટીકિટ જાણવાનાં ક્યાસ લગાવાઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે એન્ટી ઇનકમ્બેંસીને દુર કરવા માટે પાર્ટીએ ટીકિટ કાપવાની રણનીતી અપનાવી શકે છે.
છત્તીસગઢમાં પહેલા તબક્કા માટે ગત્ત મંગળવારે નામાંકન ચાલુ થઇ ગયું છે. ભાજપ દરેક પરિસ્થિતીમાં ચોથીવાર પણ રાજકીય જંગ ફતેહ કરવાનાં પ્રયાસો કરી રહી છે. એવા ક્યાસ લગાવાઇ રહ્યા છે કે ભાજપ મિશન 65 પ્લસનાં લક્ષ્યને મેળવવા માટે 43 સીટ પર નવા ચહેરાની તક આપી શકે છે.