નવી દિલ્હી: છત્તીસગઢ (Chhattisgarh) ના બીજાપુરમાં 3 એપ્રિલના રોજ થયેલા નક્સલી હુમલા બાદ રાકેશ્વર સિંહ મન્હાસ (Rakeshwar Singh Manhas) નક્સલીઓના કબજામાં છે અને આ વાત તેમના આખા પરિવારને પરેશાન કરી રહી છે. રાકેશ્વરસિંહની ચાર વર્ષની પુત્રીએ પોતાના સૈનિક પિતાને નક્સલીઓના કબજામાંથી છોડાવવા માટે માર્મિક અપીલ પણ કરી. તે રડતી રડતી કહેવા લાગી કે કોઈ પણ રીતે તેના પપ્પા ઘરે પાછા ફરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાકેશ્વરસિંહનો આખો પરિવાર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ આશાભરી મીટ માંડીને બેઠો છે. તેમને ભરોસો છે કે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિંગ કમાન્ડર અભિનંદનને છોડાવીને લાવ્યા હતા તે જ રીતે રાકેશ્વરસિંહ પણ સુરક્ષિત પાછા ફરશે. 


નક્સલવાદી માડવી હિડમાને પકડવાનું ઓપરેશન
80 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં સીઆરપીએફની કોબ્રા બટાલિયનના જવાન રાકેશ્વરસિંહ મન્હાસ નક્સલીઓના કબજામાં છે. જ્યારે 2 એપ્રિલના રોજ સુરક્ષાદળોની 10 ટીમો બીજાપુરના જંગલોમાં નક્સલવાદી માડવી હિડમાને પકડવા માટે નીકળી હતી ત્યારે રાકેશ્વર સિંહ પણ આ ઓપરેશનનો ભાગ હતા. તેમણે આ ઓપરેશન પર જતા પહેલા પોતાના પરિવાર સાથે વાત કરી હતી. તેમણે પત્નીને કહ્યું હતું કે તેઓ કાલે તેને જરૂર ફોન કરશે. પરંતુ 80 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને તેમનો હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી. નક્સલીઓએ તેમને કેદી બનાવી લીધા છે. 


રાકેશ્વર સિંહની ઉંમર 35 વર્ષ છે અને તેમનો આખો પરિવાર જમ્મુમાં રહે છે. પરિવારમાં માતા, એક ભાઈ, પત્ની અને ચાર વર્ષની પુત્રી છે અને આ બધા તેમના પાછા ફરવાની રાહ જોઈ બેઠા છે. ઝી ન્યૂઝની ટીમ જ્યારે તેમના ઘરે ગઈ તો ત્યાં માહોલ ખુબ ગમગીન છે. પરિવારની આંખોમાં આંસુ હતા અને પરિવારના તમામ લોકો એક રૂમમાં ભેગા થઈને એ આશાએ બેઠા હતા કે ગમે ત્યારે રાકેશ્વર સિંહનો ફોન આવી શકે છે. 


UP: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બાંદા જેલ પહોંચ્યો મુખ્તાર અંસારી, બુલેટપ્રુફ જેકેટ પહેરાવીને લવાયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube