Mla Krishnamurti Bandhi Controversial Statement: છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડો.કૃષ્ણમૂર્તિ બાંધીએ નશા માટે દારૂના વિકલ્પ તરીકે ભાંગ અને ગાંજાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું સૂચન આપ્યું છે. બાંધીએ દાવો કર્યો કે આ પદાર્થો (ભાંગ અને ગાંજા) નો નશો કરનારા વ્યક્તિ બળાત્કાર, હત્યા અને ડકૈતી જેવા ગંભીર અને જઘન્ય ગુનાઓ નહિવત્ કરે છે. ભાજપ ધારાસભ્યએ રાજ્યના ગૌરેલા-પેન્ડ્રા-મારવાહી જિલ્લામાં શનિવારે એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીતમાં આ વાત કરી. બીજી બાજુ સત્તાધારી કોંગ્રેસે તેમના આ નિવેદન પર સવાલ ઉભો કર્યો છે કે એક જનપ્રતિનિધિ નશાને પ્રોત્સાહન કેવી રીતે આપી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુનો રોકવા માટે અજીબોગરીબ ફોર્મ્યુલા
ડોક્ટર બાંધી મસ્તૂરી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. તેમના આ નિવેદન બાદ રાજ્યના અધિકારીઓએ કહ્યું કે માદક પદાર્થો પર રોકથામ સંબંધિત NDPS એક્ટ હેઠળ ગાંજાનું વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. જ્યારે ભાગને કાયદાકીય મંજૂરી મળેલી છે. રાજ્યમાં દારૂ નિષેધના કોંગ્રેસના ચૂંટણી વાયદા અંગે એક સવાલનો જવાબ આપતા બાંધીએ કહ્યું કે "અમે રાજ્ય વિધાનસભામાં આ મુદ્દો અગાઉ પણ ઉઠાવી ચૂક્યા છીએ અને 27 જુલાઈએ આ વિષયને ફરીથી ઉઠાવીશું, જ્યારે (કોંગ્રેસ સરકાર વિરુદધ વિધાનસભામાં) વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર તે દિવસે ચર્ચા કરશે."


મારો વ્યક્તિગત વિચાર
ધારાસભ્યએ કહ્યું કે આ મારો વ્યક્તિગત વિચાર છે, અને પૂર્વમાં વિધાનસભામાં તેની ચર્ચા હું કરી ચૂક્યો છું. મે કહ્યું હતું કે બળાત્કાર, હત્યા અને ઝઘડાનું કારણ ક્યાંક ને ક્યાંક દારૂ છે, પરંતુ મે (સદનમાં) સવાલ કર્યો હતો કે શું ભાંગનું સેવન કરનારી કોઈ વ્યક્તિએ ક્યારેય બળાત્કાર, હત્યા કે ડકૈતી કરી છે? દારૂને પ્રતિબંધિત કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. 


તેમણે કહ્યું કે 'કમિટીએ એ વિચારવું જોઈએ કે આપણે ભાંગ અને ગાંજા તરફ કેવી રીતે આગળ વધી શકીએ જો લોકો નશો કરવા માંગતા હોય તો તેમને એ પ્રકારની ચીજો પિરસવી જોઈએ કે જેનું સેવન કર્યા બાદ હત્યા, બળાત્કાર કે  અન્ય ગુના કરવામાં આવતા નથી. આ મારો વ્યક્તિગત વિચાર છે.'


CM ભૂપેશ બઘેલે સાધ્યું નિશાન
ધારાસભ્યની આ ટિપ્પણી પર જ્યારે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે 'કોઈ પણ પ્રકારની લત ઠીક નથી. તેમણે ધારાસભ્ય પર કટાક્ષ કરતા કહ્યું કે જો તેઓ ઈચ્છતા હોય કે દેશમાં ગાંજાના સેવનને કાયદાકીય મંજૂરી આપવામાં આવે તો તેમણે  કેન્દ્ર પાસે તેની માંગણી કરવી જોઈએ.' દિલ્હીથી અહીં રાયપુર એરપોર્ટ પહોંચતા મુખ્યમંત્રીએ પત્રકારોને કહ્યું કે 'જ્યારે કેન્દ્રીય એજન્સીઓ 10 ગ્રામ ગાંજાની જપ્તી માટે મુંબઈમાં ભટકી રહી છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા કહે છે કે ગાંજાનું સેવન કરવું જોઈએ. ગાંજો પ્રતિબંધિત છે અને આથી તેમણે પહેલા તો  કેન્દ્રમાં પોતાની સરકાર પાસે તેની (ગાંજાના સેવનની મંજૂરી) માંગણી કરવી જોઈએ. આમ પણ કોઈ પણ પ્રકારની લત સારી નથી.'


આ વિચાર સમાજમાં સ્વીકાર્ય નથી
બીજી બાજુ ડોક્ટર બાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના બિલાસપુર જિલ્લા શાખાના પ્રવક્તા અભય નારાયણ રાયે રવિવારે કહ્યું કે ત્રણવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અને રાજ્યના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી બાંધી નશાને પ્રોત્સાહન આપવાનું આવું નિવેદન કેવી રીતે આપી શકે. તેમણે કહ્યું કે આ પ્રકારના વિચાર એક સભ્ય સમાજમાં સ્વીકાર્ય નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube