Boy Trapped In Borewell Saved: છત્તીસગઢમાં 100 કલાક કરતા પણ વધુ સમયથી ચાલતા રેસ્ક્યૂ ઓપરેશનનો સુખદ અંત આવ્યો છે, અને બોરવેલમાં ફસાયેલા રાહુલે મોતને માત આપી દીધી છે. છત્તીસગઢના જાંજગીર ચાંપામાં બોરવેલમાં ફસાયેલા રાહુલનું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ગયું છે. લગભગ 104 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ રાહુલને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. CM ભૂપેશ બઘેલે રાહુલની બહાર થવા પર ખુશી વ્યક્ત કરી છે. જણાવ્યું હતું કે, પડકાર મોટો હતો પરંતુ અમારી રેસ્ક્યુ ટીમે સારું કામ કર્યું. CMOના જણાવ્યા અનુસાર રાહુલની હાલત હવે સ્થિર છે. એમ્બ્યુલન્સના ડોક્ટરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બીપી, સુગર, હાર્ટ રેટ નોર્મલ છે અને ફેફસાં પણ સાફ છે. રાહુલની સ્થળ પર હાજર ડોક્ટરની ટીમ દ્વારા તપાસ હાથ ધરાયા બાદ વધુ સારી સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવીને અપોલો હોસ્પિટલ બિલાસપુર મોકલવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ કેવી છે સ્થિતિ?
હાલ રાહુલ બિલાસપુર ખાતે અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સવારે નર્સ દ્વારા તેને નાશ્તો કરાવવામાં આવ્યો હતો. કલેક્ટરના જણાવ્યાં મુજબ રાહુલને સાધારણ તાવ છે. રાહુલની સારવાર ચાલુ છે. 


મહત્વનું છે કે છત્તીસગઢના પિહરીડ ગામમાં એક બાળક ઘરની પાછળ આવેલા 80 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. તે લગભગ 65 ફૂટની ઉંડાઈએ ફસાઈ ગયો હતો. જે બાદ તેને ઓક્સિજન મળી રહે તે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. બોરવેલમાં ફસાયેલા રાહુલ સાહુને 100 કલાકથી વધુ ચાલેલા ઓપરેશન બાદ આખરે તેને બહાર કાઢવામાં સફળતા મળી છે. પાંચ દિવસની મહેનત બાદ 11 વર્ષના રાહુલને બહાર કાઢવામાં આવ્યો હતો. તેને બહાર કાઢવા માટે NDRF અને SDRFની ટીમો રાત-દિવસ એક કરી હતી.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube