નવી દિલ્હી/રાયપુર : છત્તીસગઢના નવા સીએમના નામ પર હવે રાહુલ ગાંધી પર સૌની નજર ટકેલી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આવાસ પર થયેલી લાંબી બેઠક બાદ શુક્રવારે છત્તીસગઢના મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય રાહુલ ગાંધી પર છોડી દેવાયો છે. છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મહત્વની બેઠક કરી રહ્યાં છે. તેમાં ટીએસ સિંહ દેવ, ભૂપેશ મઘેલ, ચરણદાસ મહંત અને તામ્રધ્વજ શાહુ પણ સામેલ છે. આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને પીએલ પુનિયા પણ ઉપસ્થિત રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાહુલ ગાંધીની આવાસ 12 તુઘલક લેન પર ત્રણ કલાક સુધી મહત્વની બેઠક યોજાઈ. જેના બાદ પણ છત્તીસગઢના મુખ્યમંત્રીની જાહેરાત કરાઈ ન હતી. આ પહેલા જાણવા મળ્યુ હતું કે, આ જાહેરાત બેઠક બાદ જ કરવામાં આવશે. હાલ છત્તીસગઢના તમામ નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. 


શુક્રવારે બેઠકમાં છત્તીસગઢ માટે મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના રાજ્ય પ્રભારી પી.એલ પુનિયા અને મુખ્યમંત્રીની દોડમાં સામેલ હોવાનુ કહેવાતા ચાર નેતા ટીએસ સિંહ દેવ, ભૂપેશ મઘેલ, ચરણદાસ મહંત અને તામ્રધ્વજ શાહુ સામેલ થયા હતા. બેઠકમાં સામેલ રહેલા  એક નેતાએ જણાવ્યું કે, બધાએ છેલ્લો નિર્ણય રાહુલ ગાંધી પર છોડી દીધો છે. તેઓ જે પણ નિર્ણય લેશે તે સ્વીકાર્ય હશે. 


છત્તીસગઢ વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસને 90 સદસ્યીય વિધાનસભામાં 68 સીટ મળી હતી. સીએમ પદના દાવેદાર માટે ટીએસ સિંહ દેવ, ભૂપેશ મઘેલ અને ચરણદાસ મહંત સામેલ છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશની નવી સરકાર પાર્ટીના ઘોષણાપત્રને બે દિવસમાં જ લાગુ કરશે. 


છત્તીસગઢમાં કોંગ્રેસ શનિવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક કરશે. જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. પાર્ટીના એક નેતાએ શુક્રવારે આ માહિતી આપી હતી. પ્રદેશ કોંગ્રેસના એક પ્રવક્તાએ જણાવ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રદેશના ચાર વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી હતી.