આઘાતજનક! BP લો થઈ જતા મહિલા હોસ્પિટલ પહોંચી, ડોક્ટરે માર્યા લાફા, Viral થયો Video
Viral Video: છત્તીસગઢના કોરબામાં કથિત રીતે નશાની હાલતમાં એક ડોક્ટરે સારવાર દરમિયાન દર્દીની પીટાઈ કરી હોવાનો આરોપ લાગ્યો છે. એવો આરોપ છે કે ડોક્ટર દારૂના નશામાં ધૂત હતો. સારવારના નામ પર તેણે મહિલા દર્દીને અનેકવાર લાફા માર્યા. દર્દીને લાફા મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Viral Video: છત્તીસગઢના કોરબામાં કથિત રીતે નશાની હાલતમાં એક ડોક્ટરે સારવાર દરમિયાન દર્દીની પીટાઈ કરી હોવાનો આરોપ લાગ્યો છે. એવો આરોપ છે કે ડોક્ટર દારૂના નશામાં ધૂત હતો. સારવારના નામ પર તેણે મહિલા દર્દીને અનેકવાર લાફા માર્યા. દર્દીને લાફા મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો કોરબાની જિલ્લા મેડિકલ કોલેજનો છે. મહિલાને બીપી લો થઈ ગયું હતું. બીપી લો થવાની ફરિયાદ પર તે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. મેડિકલ કોલેજના ડીન ડો.અવિનાશ મેશ્રામે કહ્યું કે તેમને આ મામલે જાણકારી મળી છે. તેમણે કહ્યું કે અમને જાણ થઈ છે કે ડોક્ટર દારૂના નશામાં હતો અને તેણે દર્દીને લાફા માર્યા. આરોપી ડોક્ટરને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી છે.
મળતી માહિતી મુજબ કેઝ્યૂઅલ્ટીમાં તૈનાત ડોક્ટરે મહિલા દર્દીને એક બાદ એક લાફા માર્યા. ઘટનાસ્થળે હાજર લોકોએ આ ઘટનાને વીડિયોમાં કેદ કરી લીધી. વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી દારૂડિયા ડોક્ટર પાસે નોટિસ મોકલી જવાબ માંગવામાં આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube