છત્તીસગઢમાં પાંચ દાત સાથે બાળકનો જન્મ: પુજા કરવા માટે લોકોનાં ટોળા ઉમટ્યાં
છત્તીસગઢના બલરામપુરમાં એક નવજાત બાળકના પાંચ દાંત જોઇને ડોક્ટર્સની ટીમ પણ પરેશાન થઇ ગઇ હતી
રાયપુર : છત્તીસગઢનાં બલરામપુરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં ચલગતીના ગ્રામ કોટરકીમાં મહિલાએ એક એવા બાળકને જન્મ આપ્યો છે, જેનાં પાંચ દાત છે. જ્યારે ડોક્ટરે આ નવજાબ બાળકને જોયું તો તેઓ પણ પરેશાન થઇ ગયા હતા. તેમણે તેની માહિતી બાળકનાં પરિવારજનોને આપી હતી. આ અંગે બાળકોનાં પરિવાર પણ અસંમજસમાં પડી ગયા. તેમણે આ ઘટનાની માહિતી સ્થાનીક લોકોને આપી હતી. ગામમાં બાળકોએ તુરંત જ અવતારી પુરૂષ જાહેર કરી દીધો હતો.
બાળકની માંનું નામ સોનહત છે. મળતી માહિતી અનુસાર શનિવારે ગર્ભવતી સોનહતને પેટનો દુખાવો થયો, ત્યાર બાદ તેને ચલગતી સામુદાયિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી. રાત્રે તેણે બાળકને જન્મ આપ્યો હતો. પ્રસુતિ કાર્ય કરનાર નર્સે જણાવ્યું કે, બાળકનાં મોઢાની સફાઇ દરમિયાન તેને પાંચ દાંત દેખાયા હતા. તેણે તેની માહિતી ડોક્ટર્સને આપી હતી. હાલ આ બાળકના ઇટેસિવ કેર યુનિટમાં રખાયા છે. ડોક્ટરના અનુસાર બાળકના હૃદની ગતી પણ ખુબ જ વધેલી હતી. જ્યારે તેની માં ખુબ જ સામાન્ય પરિસ્થિતીમાં છે. ડોક્ટર્સે જણાવ્યું કે, આગામી 24 કલાક સુધી બાળકને સતત ડોક્ટર્સની નજર હેઠળ રાખવામાં આવશે અને તે સામાન્ય થાય તુરંત જ રજા આપી દેવાશે.
લોકો પુજા કરવા માટે પહોંચ્યા
પાંચ દાતના બાળકને જોવા માટે ટોળા ઉમટી પડ્યા હતા. કેટલાક લોકોએ પુજા પાઠમાં ભાગ લીધો. જો કે હોસ્પિટલમાં ડોક્ટર્સ દ્વારા પોલીસને જાણ કરાતા તેમને હટાવવામાં આવ્યા હતા. હાલ ડોક્ટર્સ દ્વારા બાળકનાં હૃદયની સ્થિતી જોતા તેને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. આ યૂનિટમાં બાળકોનાં માતા - પિતા ઉપરાંત કોઇ અન્યને દાખલ નહી થવા માટેની સલાહ આપવામાં આવી હતી.