છત્તીસગઢમાં નક્સલવાદીઓની ધમકી બેઅસર, પહેલા તબક્કામાં 70 ટકા મતદાન
કેટલાક સ્થળો પર ઇવીએમ મશીનમાં ખરાબી સર્જાવાનાં કારણે મતદાન મોડુ શરૂ થયું, જો કે નક્સલપ્રભાવિત વિસ્તારોમાં મતદાનમાં મોટો સુધારો
રાયપુર : 5 રાજ્યોમાં યોજાનારા વિધાનસભા ચૂંટણીની શરૂઆત સોમવારથી થઇ ગઇ. છત્તીસગઢમાં પહેલા તબક્કા માટે મતદાનમાં નક્સલવાદીઓની ધમકી બેઅસર સાબિત થઇ. 18 સીટો માટે થયેલા પહેલા તબક્કાનાં મતદાનમાં 70 ટકા લોકોએ પોતાનાં મતાધિકારનો પ્રયોગ કર્યો. છત્તીસગઢનો આ વિસ્તાર સૌથી વધારે નક્સલ પ્રભાવિત માનવામાં આવે છે. અહીં નક્સલવાદીઓએ વોટિંગનો બહિષ્કાર કરવા માટેની અપીલ કરી હતી, જો કે લોકોને તેની કોઇ જ અસર થઇ નહોતી. ઇલેક્શન કમીશનનાં અધિકારી ઉમેસ સિન્હાના અનુસાર પહેલા તબક્કા માટે આશરે 70 ટકા જેટલું મતદાન થયું.
5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની શરૂઆત આજે (12 નવેમ્બર)થી થઇ ચુકી છે. જેના હેઠળ આજે છત્તીસગઢમાં પહેલા તબક્કા માટે 10 સીટો પર સવારે 7થી ચાલી રહેલા મતદાનમાં બપોરે 3 વાગ્યે બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે અન્ય 8 સીટો પર સવારે 8થી મતદાન ચાલુ થયું હતું જે સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેસે. છત્તીસગઢનાં મતદાતા નક્સલવાદીઓનાં મો પર તમાચો મારતા હોય તેવું લાગી રહ્યું છે. છત્તીસગઢની 18 વિધાનસભા સીટો પર સોમવારે બપોરે 1 વાગ્યા સુધી 25.15 ટકા મતપડ્યા છે. ત્યાર બાદ બપોરે અચાનક મતદાનનું પ્રમાણ વધ્યું અને સાંજે 4.30 વાગ્યા સુધીમાં 56.58 ટકા મતદાન થયું.
સુકામાનાં ભેજ્જીએ અહીં ગત્ત વખતે એક જ મત પડ્યોહ તો. બીજી તરફ આ વખતે સવારે 9 વાગ્યા સુધીનાં મતદાનમાં જ 100થી વધારે મત પડ્યા હતા. આ પ્રકારે ગોરખ ગામ મતદાન કેન્દ્રમાં પણ 20 મત પડ્યા છે. તે અગાઉ અહીં ક્યારે પણ મતદાન થયું નહોતું. 18 સીટો માટે યોજનારી ચૂંટણીમાં મોહલા માનપુર, અંતાગઢ, ભાનુપ્રપતાપ પુર, કાંકેર, કેશકાલ, કોંડગાવ, નારયણપુર, બીજાપુર, કોટા ક્ષેત્ર સૌથી વધારે નક્સલ પ્રબાવિત છે. જેના કારણે અહીં સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે. છત્તીસગઢમાં બીજા તબક્કા માટે 20 નવેમ્બરે મતદાન થશે.
બીજી તરફ ચૂંટણી પંચે જણાવ્યું કે, છત્તીસગઢનાં કુલ 4336 મતદાન કેન્દ્રોમાંથી 53 પર ટેક્નીકલ ખામીનાં કારણે મતદાનમોડુ ચાલુ થયું હતું. જો કે તમામ 100 ટકા મતદાન કેન્દ્રો પર સામાન્ય રીતે મતદાન થઇ રહ્યું છે. તેની બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. કોડગાંવ જિલ્લાની બે વિધાનસભા કોડાગાંવ કેશકાલથી લગભગ 40 ઇવીએમ મશીનમાં ટેક્નીકલ ખામીના કારણે અનેક સ્થળો પર મતદાનમાં મોડુ થયું હતું.
15 ટકા મશીનોમાં ખરાબીની વાત સામે આવી છે. કેશકાલમાં 16, વિશ્રામપુરમાં 10 અને ફરસગાંવમાં 11 કેન્દ્રો પર મશીન બગડ્યાની ફરિયાદ આવી હતી. મતદાન કેન્દ્રો પર રહેલા મતદાન કર્મચારીઓને ઇવીએમને સમજાવવામાં પરેશાની થઇ રહી છે