એક આંબલીના કારણે છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રીનો જીવ જોખમમાં, જાણો સમગ્ર હકીકત
છત્તીસગઢનાં પહેલા મુખ્યમંત્રી અને છત્તીસગઢ જનતા કોંગ્રેસનાં અધ્યક્ષ અજીત જોગી (74)ની સ્થિતી હાલ પણ નાજુક છે. તેઓ કોમામાં છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી જોગીને શનિવારે હૃદય રોગનો હુમલો આવ્યા બાદ રાયપુરની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે સ્થિતીમાં થોડો સુધારો હોવાનું જણાવ્યું હતું, જો કે સ્થિતી હાલ ગંભીર છે.
રાયપુર : છત્તીસગઢનાં પહેલા મુખ્યમંત્રી અને છત્તીસગઢ જનતા કોંગ્રેસનાં અધ્યક્ષ અજીત જોગી (74)ની સ્થિતી હાલ પણ નાજુક છે. તેઓ કોમામાં છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી જોગીને શનિવારે હૃદય રોગનો હુમલો આવ્યા બાદ રાયપુરની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે સ્થિતીમાં થોડો સુધારો હોવાનું જણાવ્યું હતું, જો કે સ્થિતી હાલ ગંભીર છે.
અહીં દેવેન્દ્ર નગર ખાતે શ્રીનારાયણ હોસ્પિટલમાં ડૉ. પંકજ ઓમરનાં નેતૃત્વમાં સુપર સ્પેશ્યાલિસ્ટ 8 ડોક્ટરની ટીમ જોગીની સારવારમાં લાગેલા છે. હાલ તેમની હાર્ટ બીટ સામાન્ય છે. બ્લડ પ્રેશર પણ દવાઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યું છે. ડોક્ટેર તેમની સ્થિતીને ચિંતાજનક ગણાવતા રવિવારે સવારે મેડિકલ બુલેટિન જાહેર કર્યું. ડોક્ટરનું કહેવું છે કે, 48 કલાક ખુબ જ મહત્વના છે.
હંદવાડા બાદ ભારતનાં સંભવિત વળતાપ્રહારથી થથરી રહ્યું છે પાક. પેટ્રોલિંગ વધાર્યું
હોસ્પિટલનાં ડાયરેક્ટર ડૉ. સુનીલ ખેમકાએ જણાવ્યું કે, શ્વાસ નહી લેવાના કારણે થોડા સમય સુધી તેમના મગજમાં ઓક્સિજન પહોંચી શકી નહોતી, આ કારણે મગજને સંભવિત નુકસાન પહોંચ્યું છે. મેડિકલ ટર્મમાં તેને હાઇપોક્સિયા કહેવામાં આવે છે. આ સ્થિતીમાં શરીરનાં અંગને ટિશ્યુ લેવલ પર પુરતુ ઓક્સિજન નથી મળી શકતું. હાલની સ્થિતીમાં જોગીના મગજમાં ન્યૂરોલોજીકલ ગતિવિધિઓ લગભગ ન જેટલો છે. સરળ શબ્દોમાં કહીએ તો જોગી કોમામાં છે. તેમનેવેન્ટિલેટર દ્વારા શ્વાસ અપાઇ રહ્યા છે.
17 મે બાદ શું? આવતીકાલે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે પીએમ મોદી
અમિત જોગીએ કહ્યું કે, દુઆઓની જરૂર
અજીત જોગીનાં પુત્ર અને જનતા કોંગ્રેસ છત્તીગસઢનાં પ્રદેશ અધ્યક્ષ અમિત જોગીએ કહ્યું કે, તેમને તમારા બધાની દુઆઓની જરૂર છે. પાપાની તબિયત ગંભીર છે. છત્તીસગઢવાસીઓની પ્રાર્થના અને ઇશ્વર પર જ બધુ નિર્ભર છે. તે એક યોદ્ધા છે. અમને વિશ્વાસ છે કે, ખુબ જ ઝડપથી આ સ્થિતીઓને હરાવીને સ્વસ્થ થઇ જશે.
દિલ્હીમાં એક મહિનામાં ત્રીજીવાર ભૂકંપ, ગાઝિયાબાદની પાસે હતું કેન્દ્ર
ગળામા આંબલી ફસાતા સ્થિતી બગડી
પૂર્વ મુખ્યમંત્રી જોગીએ શનિવારે સવારે રાયપુર ખાતે પોતાના બંગલાના ગાર્ડનમાં ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આંબલી ખાધી હતી. આ દરમિયાન તેમણે આંબલી પણ ખાધી. આંબલીનો એક ઠળીયો તેમના ગળામાં જઇને ફસાઇ ગયો હતો. ત્યારબાદ થોડા સમય તેમને કાર્ડિયાક એરેસ્ટ થઇ ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube