રાયપુર : છત્તીસગઢનાં રાયપુર રેલવે વિભાગની ટિકિટ ચેકિંગ સ્કવોર્ડની સતર્કતાનાં કારણે 13 બાળકોને રેસક્યુ કરવામાં આવ્યા છે. આ મુસિલ્મ બાળકોને મદરેસામાં ભણાવવાના બહાને લઇ જવાઇ રહ્યા હતા. ચેકિંગ સ્ટાફને તેની માહિતી રેલવે પ્રબંધક કાર્યાલયના કોમર્શિયલ કંટ્રોલ ઓફીસ રાયપુરમાં કરી. જેના પગલે ઉચ્ચ અધિકારીઓ તથા રેલવે સુરક્ષા દળે તમામ બાળકોને દુર્ગ સ્ટેશન પર ઉતારી લીધા હતા અને રેલવે સુરક્ષા દળને સોંપી દેવામાં આવ્યા. આ મુદ્દો શનિવારે તે સમયે સામે આવ્યો જ્યારે શાલીમાર કુર્લા એક્સપ્રેસમાં રાયપુર રેલમંડલ કોમર્શિયલ વિભાગ રાયપુરથી ટિકિટ ચેક કરતા 8 નંબરના કોચમાં પહોંચ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ પહેલીવાર અમેરિકા જશે પાક.PM ઇમરાન
ટિકિટ ચેકિંગ દરમિયાન સીટ 27-28 બર્થ પર લગભગ 6-14 વર્ષની ઉંમરનાં 12 કરતા પણ વધારે બાળકો મુસાફરી કરી રહ્યા હતા, તેમની સાથે એક વ્યક્તિ હતો જે તેમને મદરેસામાં અભ્યાસનાં બહાને લઇ જઇ રહ્યો હતો. બીજી તરફ ટીટીઇને શંકા જતા તેણે બાળકો સાથે વાતચીત કરી. જો કે વાતચીતમાં સ્પષ્ટ જવાબ મળ્યો નથી. જેના પગલે તેણે સીઆરપીએફને આ અંગે માહિતી આપી હતી. 


પહેલુ ખાન સામે ચાર્જશીટ, CM ગેહલોતે કહ્યું-જરૂર પડી તો ફરીથી તપાસ કરાવીશું
કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરી હત્યાકાંડમાં મહિલા સહિત 2ની ધરપકડ, મુખ્ય આરોપીની શોધ ચાલુ
હાલ તો તેમને મહારાષ્ટ્ર લઇ જઇ રહેલા વ્યક્તિની સીઆરપીએફ અને અધિકારીઓ દ્વારા કડક પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે આ મુદ્દે દુર્ગ તકિયાપારાનાં સરફરાઝ અહેમદ કુરેશીએ કહ્યું કે, તે બધા બાળકોને ભણાવવા માડે લઇ જઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ રાજનાંદગામ સ્ટેશન પર 40 બાળકોના રેસક્યુંની તસ્કરીનો મોટો કિસ્ોસ સામે આવ્યો હતો. માનવતસ્કરીની ફરિયાદ બાદ આરપીએફએ રાજનાંદગામ રેલવે સ્ટેશન પર ટ્રેનથી 40 બાળકોને રેસક્યુ કર્યા હતા.