રાયપુરઃ દેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. તેવામાં ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં અથડામણ થઈ છે. પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં ત્રણ જવાનોના ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. બેઠિયા વિસ્તારના માડ એરિયામાં આ અથડામણ ચાલી રહી છે, ઈજાગ્રસ્ત જવાનોને જંગલમાંથી કાઢવા માટે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્ર પ્રમાણે નક્સલી કમાન્ડર શંકર રાવને પણ આ અથડામણમાં ઠાર કરાયાની આશંકા છે. અત્યાર સુધી 18 મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે, સાથે મોટી સંખ્યામાં ઓટોમેટિક રાઇફલો પણ મળી આવી છે. જાણકારી પ્રમાણે 3 પોલીસકર્મી આ અથડામણમાં ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ જલ્દી આ મામલે સત્તાવાર નિવેદન આપશે.


આ પણ વાંચોઃ મૂવી પુરૂ થાય ત્યાં સુધીમાં અમદાવાદથી પહોંચી જશો દિલ્હી, જાણો શું રેલવેનું પ્લાનિંગ


નક્સલ વિરોધી અભિયાન પર બીએસએફની ટીમ
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું- નાના બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત જંગલમાં તે સમયે ગોળીબારી શરૂ થઈ જ્યારે સીમા સુરક્ષા દળ અને જિલ્લા રિઝર્વ ગાર્ડની એક સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નિકળી હતી. તેમણે કહ્યું કે ગોળીબારીમાં સુરક્ષાકર્મી ઈજાગ્રસ્ત થયા છે.


પ્રથમ તબક્કાનું થવાનું છે મતદાન
નોંધનીય છે કે કાંકેરમાં 29 એપ્રિલ એટલે કે બીજા તબક્કામાં મતદાન થવાનું છે. છત્તીસગઢમાં રાયપુર અને જગદલપુર વચ્ચે સ્થિત કાંકેર લોકસભા ક્ષેત્રમાં 8 વિધાનસભા સીટો સામેલ છે, જેમાં છે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ વિધાનસભા સીટમાં ગુંડરદેહી, સંજારી બાલોદ, સિહાવા (એસટી), ડોંડી લોહારા (એસટી), અંતાગઢ (એસટી), ભાનુપ્રતાપપુર (એસટી), કાંકેર (એસટી) અને કેશકાલ (એસટી) સામેલ છે.