Chhattisgarh News: મહુઆમાં હોમિયોપેથિક સિરપ મિક્સ કરી નશો કરતા સાત યુવકના મોત, 5ની હાલત ગંભીર
બિલાસપુર જિલ્લાના સિરગિટ્ટીમાં એક પરિવારના સાત યુવકોના મોતથી સનસની ફેલાઈ છે. જાણવા મળી રહ્યુ છે કે આ યુવકોએ મહુઆની સાથે હોમિયોપેથિક કફ સિરપ પીધી હતી.
બિલાસપુરઃ છત્તીસગઢમાં બિલાસપુરના સિરગિટ્ટીમાં મહુઆ હોમિયોપેથિક કફ સિરપ મેળવીને પીવાથી એક પરિવારના સાત યુવકોના મોત થયા છે. અન્ય પાંચ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ છે.
બિલાસપુરના સીએમઓએ જણાવ્યુ કે, હોમિયોપેથિક દવા પીવા આ મોતનું કારણ હોઈ શકે છે કારણ કે તે આલ્કોહોલિક છે. મોતના અન્ય કારણોની જાણકારી મેળવવા માટે ટીમ તપાસ કરી રહી છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube