Thief Shoot Couple Video In Chhattisgarh : હવે તો હદ થઈ, પોતાના ઘરમાં પણ દંપત્તિ વચ્ચે અંગત પળો સેફ નથી. એક એવી ઘટના ઘટી છે જેમાં કપલ તો દુનિયા સામે શર્મશાર થયું છે પણ સવાલ એ ઉભો થયો છે કે બેડરૂમમાં પણ અંગત પળો માણતા પહેલાં સાવધાની રાખવી એ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને ચોકાવનારી આ કેસની વિગતો એવી છે કે, છત્તીસગઢના દુર્ગમાં ચોર ત્રીજી વખત ચોરી કરવા માટે એક જ ઘરમાં ઘૂસ્યો હતો. ત્રીજી વખત તેણે ઘરના કપલનો અંગત પળો માણતો વીડિયો રેકોર્ડ કર્યો. આ પછી તેણે તેમને મોકલીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આ કેસમાં પોલીસે આરોપી ચોરની ધરપકડ કરી છે. અગાઉ તે સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો.


પોલીસે ધરપકડ કરી
જો કે, બ્લેકમેઈલના ડરથી દંપતીએ પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. પરિવારે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસે આરોપી વિનય કુમાર સાહુની ધરપકડ કરી લીધી છે. પીએસસીના સપના સેવતા આ ચોરની ઉજ્જવળ કારકીર્દીનો અંત આવી ગયો હતો. 


ચોરાયેલા ફોનથી બનાવ્યો વીડિયો
આરોપી ચોર સાહુ (28)એ ચોરીના ફોનનો વીડિયો બનાવવા માટે ઉપયોગ કર્યો હતો. જે વીડિયોને તેને કપલના વોટ્સએપ પર પણ મોકલ્યો હતો. એવું વિચાર્યા વિના કે તે ફોન નિગરાનીમાં હશે. તેણે પોલીસ માટે ટ્રેક કરવાનું સરળ બનાવ્યું, દુર્ગ પોલીસ અધિકારીએ આ ચોરને પકડી લીધો હતો.


ચોર સરકારી નોકરીની તૈયારી કરતો હતો
પોલીસે જણાવ્યું કે સાહુએ સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને પીએસસીની પરીક્ષા આપી હતી, પરંતુ દરેક વખતે નિષ્ફળ ગયો હતો. તેણે તેની કારકિર્દી બદલવાનું નક્કી કર્યું અને તેના વિસ્તારના શાકભાજી માર્કેટમાંથી કેટલાક મોબાઈલ ફોનની ચોરી કરી. તે નાની નાની ચોરીઓ કરતો હતો. એક પોલીસકર્મીએ કહ્યું કે તે એટલો આળસુ હતો કે તે એક જ જગ્યાએથી વારંવાર ચોરી કરતો હતો.


ત્રીજી વખત ચોરી કરવા ઘરમાં આવ્યો હતો
ક્રાઈમ બ્રાન્ચના ડીએસપી હેમપ્રકાશ નાયકે જણાવ્યું હતું કે સાહુએ અહિવારા વિસ્તારમાં દંપતીના ઘરમાં અગાઉ બે વાર ચોરી કરી હતી. તેને વિશ્વાસ હતો કે તે ત્રીજી વખત પણ ભાગ્યશાળી બનશે. તે ગયા શુક્રવારે તેમના ઘરમાં ઘુસ્યો હતો અને ચોરી કરવા માટે કંઈક શોધી રહ્યો હતો જ્યારે તેણે જોયું કે દંપતી અંગતપળો માણતા હતા. આ જોઈને તે છુપાઈ ગયો અને તેણે અગાઉ ચોરી કરેલા સ્માર્ટફોનનો વીડિયો બનાવી લીધો.


વિડિયો જોઈને કપલ આશ્ચર્યચકિત થઈ ગયું
બીજા દિવસે સવારે અજાણ્યા નંબર પરથી તેમના ફોન પર એક વીડિયો આવ્યો ત્યારે દંપતી ચોંકી ગયું હતું. આ પછી કપલ પાસેથી 10 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ દંપતીને ખબર નહોતી કે તેમની અંગત પળો કેવી રીતે રેકોર્ડ કરવામાં આવી. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેમાં વીડિયો જ્યાંથી મોકલવામાં આવ્યો તે નંબરનો પણ ઉલ્લેખ કર્યો. તેમની પાસે ખંડણીનો કોલ પણ કરવામાં આવ્યો હતો.


10 લાખની ડિમાન્ડ
ચોર વિનય સાહુએ એક વીડિયો મોકલીને કપલ પાસેથી 10 લાખ રૂપિયા માંગ્યા છે. દુર્ગ પોલીસે તેનો ફોન સર્વેલન્સ પર મૂક્યો અને તેની ધરપકડ કરી. તેમજ તે ફોનમાંથી વીડિયો ડિલીટ કરવામાં આવ્યો છે.


પોલીસે વિશેષ ટીમ બનાવી
આરોપી સુધી પહોંચવા અને તેની ધરપકડ કરવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. સાયબર સેલને સાહુને ટ્રેક કરવામાં કોઈ મુશ્કેલી ન પડી અને બુધવારે તેની ધરપકડ કરી. તે હજુ પણ એ જ ફોન અને એ જ નંબરનો ઉપયોગ કરી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઈલ સીમકાર્ડ અને હેન્ડસેટ કબજે કરી વિડીયો ડીલીટ કર્યો હતો. ઘટના બાદ પીડિત દંપતી સૂતાં પહેલાં ત્રણ વખત ઘરના દરવાજા, બારીઓ અને દરેક ખૂણો તપાસે છે.