નવી દિલ્હી : દેશમાં ઘણીવાર તે બાબતે ચર્ચા થતી રહે છે કે જે પ્રકારે પાકિસ્તાનમાં ઘુસીને અમેરિકાએ લાદેનને ઠાર માર્યો, આ જ પ્રકારની કાર્યવાહી ભારતને પણ આતંકવાદી હાફિઝ સઇદની વિરુદ્ધ કરવી જોઇએ. જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમનું કહેવું છે કે મુંબઇ હુમલાનાં ગુનેગાર હાફિઝ સઇદને ટાર્ગેટ કરવાની ક્ષમતા ભારતમાં ક્યારે પણ નહોતી અને હાલ પણ નહોતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અંગ્રેજી સમાચાર ચેનલના અનુસાર ચિદમ્મ્બરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડી કલાકો પહેલા જ આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, મુંબઇ હૂમલાનાં દોષીતોનો ખાતમો કરવા માટે ભારતમાં પણ અમેરિકા જેવી કાર્યવાહી કરવાની ક્ષમતા છે. એવા સમયે ચિદમ્બરમદ્વારા અપાયેલું આ નિવેદન ન માત્ર ચિદમ્બરમ પરંતુ કોંગ્રેસ માટે પણ મુસીબત પેદા કરી શકે છે. 

ત્યારે હાફિઝ સેફ હાઉસમાં હતો. 
દિગ્ગજ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, મુંબઇ હુમલાની તુરંત બાદ સઇદ કરાંચીના સેફ હાઉસમાં હતો અને હવે તે ખુલ્લેઆમ ફરી રહ્યો છે પરંતુ આપણી પાસે પાકિસ્તાનનાં એબટાબાદમાં ઓસામાની વિરુદ્ધ થયેલ અમેરિકી ઓપરેશનની જેમ હાફીઝને ટાર્ગેટ કરવાની ક્ષમતા નથી. આપણી પાસે ત્યારે (2008માં) આ ક્ષમતા નહોતી અને મને આશ્ચર્ય થશે કે આપણી પાસે હાલમાં પણ તે હોય. જો આપણે પ્રયાસ કર્યો હોત તો આપણે નિષ્ફળ જાત અને તેની દુરોગામી અસર ખુબ જ ખરાબ હોત.

ચિદમ્બરમે કહ્યું કે, ભારતે કુટનીતિક ચેનલો દ્વારા પાકિસ્તાનને આકરો સંદેશ આપ્યો હતો કે મુંબઇની જેવો બીજો હૂમલો જો થયો તો તેને મુંહતોડ જવાબ આપવામાં આવશે. તે અગાઉ એક અંગ્રેજી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં જનરલ રાવતે કહ્યું કે, એબટાબાદમાં અમેરિકન સ્ટાઇલથી હૂમલો કરવાનો રસ્તો હતો. પરંતુ તેમણે કહ્યું કે, તેને કરવાનો અન્ય પણ રસ્તો છે. 

આર્મી ચીફે કહ્યું કે તેવા ઓપરેશન્સ શક્ય
આર્મી ચીફે કહ્યું કે, આપણે આ બીજા પ્રકારે કરી રહ્યા છીએ. એક વિકલ્પ છે કે તમે અમેરિકનો દ્વારા જે રીતે લાદેનને ઠાર મારવામાં આવ્યો તેવુ જ ઓપરેશન કરો. આ એક વિકલ્પ છે. પરંતુ સરકાર તેને અલગ પદ્ધતીથી કરી રહી છે. પાકિસ્તાનને વેગળુ કરવામાં આવી રહ્યું છે. આજે તમે જોઇ શકો છો કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્યાં છે. બીજી તરફથી પણ થોડુ એક્શન દેખાડતા રહેવું જોઇએ. જેથી લાગે કે આપણે પગલા બંન્ને તરફથી લીધા.