નવી દિલ્હી : સમગ્ર દેશમાં તમામ ચૂંટણી એક સાથે કરાવવાની અટકળો પર વિરામ લગાવતા મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇસી) ઓપી રાવતે કહ્યું કે, કોઇ પણ પરિસ્થિતીમાં આવું શક્ય નથી. તેમણે કહ્યું કે, તેના માટે કાયદાકીય ઢાંચાને બનાવ્યા વગર લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરવી શક્ય નથી. દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા અંગે પુછવામાં આવતા રાવતે કહ્યું કે, કોઇ ચાન્સ નથી. તેઓ ઓરંગાબાદમાં પત્રકારોની સાથે ચર્ચા કરી રહ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાવતને સવાલ પુછવામાં આવ્યો કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવી વ્યાવહારીક છે. લોકસભા ચૂંટણી આગામી વર્ષે એપ્રીલ મહિનામાં યોજાવાની છે. બીજી તરફ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં આ વર્ષના અંતમા વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરવા માટેના પ્રયાસો કરી રહી છે. 

વડાપ્રધાન મોદી પણ ઘણીવાર તેનો ઉલ્લેખ કરી ચુક્યા છે. જો કે તેમણે સાથે તેણ પણ કહ્યું કે, તમામ પક્ષોએ મળીને વિચાર કરવો જોઇએ કે એવું કઇ રીતે કરી શકાય. બીજી તરફ વિપક્ષી દળોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. ભાજપનું કહેવું છે કે એક સાથે ચૂંટણી કરાવવાથી ખર્ચ ઘટશે અને દેશમાં સરકારને વારંવાર રાજનીતિક મજબુરીઓનો સામનો નહી કરવો પડે. બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે સમયાંતરે ચૂંટણીઓ થતી રહેવાના કારણે રાજનીતિક દળો પર જનતાના પક્ષમાં કામ કરવાનું દબાણ જળવાઇ રહેશે.