નવી દિલ્હી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થઇ ગયું છે. નિધનની એક કલાક પહેલા ગોવાના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મનોહર પર્રિકરની સ્થિતી ખુબ જ નાજુક છે. ડોક્ટર્સ દ્વારા પોતાનાં તરફથી ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે તેમની સ્થિતી લથડ્યા બાદ શનિવારથી જ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમનાં નજીકના સહયોગી સિદ્ધાર્થ કુનકોલિયેંકરે કહ્યું કે, રાજ્ય સરકારનાં ડોક્ટર તેમની સ્વાસ્થય પર સતત નજર રાખી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પર્રિકરે ફેબ્રુઆરીથી અગ્નાશયના કેન્સરથી પીડિત હતા. મનોહર પર્રિકરની ઓળખ એક ઇમાનદાર અને સાદગીસભર નેતા તરીકેની હતી. આઇટીટી બોમ્બેમાંથી ગ્રેજ્યુએટ પર્રિકર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં સક્રીય પ્રચારક હતા. તેઓ ત્રણ વખત ગોવાના મુખ્યમંત્રી હતા. લાંબા સમયથી કેન્સરથી પીડિત પર્રિકરે વિશ્વ કેન્સર દિવસે કહ્યું હતું કે, માનવ મસ્તિષ્ક કોઇ પણ બિમારીને જીતવા માટે સક્ષમ છે. 

પર્રિકરની તબિયત સતત લથડવાનાં કારણે ગોવા, મુંબઇ અને અમેરિકા સહિત અનેક સ્થળો પર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આમ છતા પણ તેમની તબિયતમાં સુધારો નહોતો થઇ રહ્યો. ગત્ત થોડા દિવસોથી તેમની તબિયત સતત કથળી રહી હતી. બીજી તરફ ગોવામાં તેમની સરકાર પર પણ સંકટ પેદા થયેલું છે, કારણ કે શનિવારે કોંગ્રેસે રાજ્યપાલ મૃદુલા સિન્હાની સામે સરકાર રચવાનો દાવો રજુ કર્યો હતો. 

પહેલા અમેરિકા અને ત્યાર બાદ એમ્સમાં ચાલી રહી હતી સારવાર
અત્રે ઉલ્લેખનીય છે કે, પર્રિકર સપ્ટેમ્બરમાં અમેરિકાથી સારવાર કરાવીને ભારત પરત ફર્યા હતા. અમેરિકામાં એક અઠવાડીયાથી તેની સારવાર ચાલી રહી હતી.તે અગાઉ એકવાર ફરી તેની સારવાર માટે અમેરિકામાં રહ્યા હતા. અમેરિકાથી પરત ફર્યા બાદ ગત્ત વર્ષે ઓક્ટોબર મહિનામાં એકવાર ફરીથી તેમની તબિયત ખરાબ થઇ હતી. જેના કારણે તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહિનો એમ્સમાં દાખલ રહ્યા બાદ તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ગોવા લવાયા હતા. ગોવામાં તેમને આઇસીયુમાં દાખલ કરવા પડ્યા હતા. 


ફેબ્રુઆરી 2018માં કેન્સરનું નિદાન થયું હતું.
પર્રિકરને ફેબ્રુઆરી 2018માં એડવાન્સ પ્રેન્ક્રિએટિક (અગ્નાશય) નું કેન્સર હોવાની માહિતી મળી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને મુખ્યમંત્રી મનોહર પર્રિકરની સ્થિતી અત્યંત નાજુક હોવાનું જણાવ્યું હતું. તેમની સ્થિતીમાં સુધારા માટે ડોક્ટર્સ દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.