પટનાઃ રાજધાની પટનાના બખિયારપુરમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર હુમલો થયો છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર એક હોસ્પિટલમાં ગયા. ત્યાં એક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યાં હતા. તે સમયે એક યુવક આવ્યો અને ઝડપથી મંચ પર પહોંચી ગયો હતો. ગાર્ડ પકડવા ગયા ત્યારે યુવકે મુખ્યમંત્રી નીતીશ કુમારને લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ લાફો તેમના ખભા પર લાગ્યો હતો. તત્કાલ પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. યુવકને બખિયારપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. યુવક કોણ છે? હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી નીતીશ કુમારને યુવકે લાફો માર્યો, આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો છે. હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


બહેનજીને રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવશે, આરએસએસે આવો પ્રચાર કરી માંગ્યા મત, માયાવતીનો મોટો દાવો  


આ પહેલા પણ નીતીશ કુમાર પર થઈ ચુક્યા છે હુમલા
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર આ પ્રથમવાર હુમલો થયો નથી. 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સીએમ પર હુમલો થયો હતો. નીતીશ કુમાર જ્યારે મધુબનીના હરલાખી વિધાનસભા ક્ષેત્ર પહોંચ્યા હતા. નીતીશ રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમના પર ડુંગળી અને પથ્થરના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube