તેલંગાણાના CMએ સમય પહેલા આપ્યા વિધાનસભા ચૂંટણીના સંકેત
તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે રવિવારે કહ્યું કે, તેઓ સમય પહેલા ચૂંટણી કરાવવા માટે તૈયાર છે અને તેમણે વિપક્ષને પણ આ અંગે જણાવ્યું છે
હૈદરાબાદ : તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે રવિવારે કહ્યું કે, તેઓ સમય પહેલા ચૂંટણીમાટે તૈયાર છે અને તેમણે વિપક્ષને પણ તે માટે તૈયાર રહેવાનો પડકાર ફેંક્યો હતો. તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ)નાં પ્રમુખે કહ્યું કે, ચૂંટણી સમય પહેલા કરાવવામાં આવી શકે છે. રાવે 15 જુને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાવે કહ્યું કે, તેમની પાર્ટીનાં નેતા અને જનતા પણ સમય પહેલા ચૂંટણી માટે તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીઆરએસ 119 સભ્યોની વિધાનસભામાં 100થી વધારે સીટો જીતશે.
તેલંગાણા વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે એપ્રીલ- મે મહિનામાં લોકસભા ચૂંટણી દરમિયાન યોજાવાની છે. જો કે ટીઆરએસ પ્રમુખની વડાપ્રધાન સાથે મુલાકાત બાદનાં સમાચારો આવી રહ્યા છે કે ચૂંટણી પહેલા જ કરવામાં આવી શકે છે. એક અંદાજ અનુસાર મોદી સંકેત આપ્યા છે કે લોકસભા અને રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તંલાગાણા વિધાનસભાઓની ચૂંટણી એક સાથે આયોજીત થઇ શકે છે. જે આશરે નવેમ્બર- ડિસેમ્બરમાં આયોજીત થઇ શકે છે.
કેસીઆરનાં નામથી પ્રખ્યાત રાવે ગત્ત થોડા દિવસો દરમિયાન ટીઆરએસ નેતાઓની સાથે બેઠક કરીને સંભવિત સમય પહેલા ચૂંટણી અંગે ચર્ચા કરી છે અને પાર્ટીની તૈયારીની પણ સમીક્ષા કરી છે. કેસીઆરએ કહ્યું કે, તમામ સર્વેક્ષણો દેખાડી રહ્યા છે કે ટીઆરએસ આગામી ચૂંટણી જીતશે. કેસીઆરએ રવિવારે પુર્વ મંત્રી દનમ નાગેન્દ્રને ઔપચારિક રીતે ટીઆરએમમાં સમાવિશ્ષ કરી લીધા હતા. નાગેન્દ્રએ બે દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને તે પોતાનાં સમર્થકો સહિત ટીઆરએસમાં જોડાયા હતા. આ પ્રસંગે કેસીઆરે કહ્યું કે તમામ સર્વેક્ષણ અનુસાર અમે જીતી રહ્યા છે. કારણ કે પાર્ટીએ સ્વર્ણિમ તેલંગાણાનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે મહેનત કરી છે.