લખનઉ: 16 એપ્રિલ 2020ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં બે સંતો અને એક ડ્રાઈવરની હત્યા થઈ ત્યારબાદ 28 એપ્રિલ 2020ના રોજ યુપીના બુલંદશહેરમાં 2 સાધુઓની હત્યા થઈ. ફરક માત્ર એટલો જ હતો સીએમ યોગીએ તાબડતોબ કાર્યવાહી તો કરી અને ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારને જબરદસ્ત ફટકાર પણ  લગાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુલંદશહેરની ઘટના પર તાજા અપડેટ


  • બુલંદશહેરની ઘટના બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે સવાલ ઉઠાવતી ટ્વીટ કરી તો સીએમ યોગીએ તેનો બરાબર જવાબ આપ્યો. 

  • સીએમ યોગીએ કહ્યું કે તમે મહારાષ્ટ્ર સંભાળો અમે બુલંદશહેરના આરોપીની ધરપકડ કરી લીધી છે.

  • તેમણે કહ્યું કે યુપીમાં કાયદો તોડનારાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. 

  • પાલઘર હિંસા બાદ મહારાષ્ટ્ર સરકારે કાર્યવાહીના નામે માત્ર 35 પોલીસકર્મીઓની ટ્રાન્સફર કરી છે. 

  • બુલંદશહગેરમાં સાધુઓની હત્યા બાદ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. 


જાણીએ કેમ રાજકારણ ગરમાયું?
સંજય રાઉત મહારાષ્ટ્ર સરકારના ગંદા રાજકારણને યુપી પર નિશાન સાધીને પોતાની નિષ્ફળતા છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. પરંતુ સીએમ યોગીએ સંજય રાઉતને આડે હાથ લીધા અને સંભળાવી દીધુ કે અમે તરત એક્શન લીધુ છ અને તમે અત્યાર સુધી રાજનીતિ કરી રહ્યા છો. સીએમ યોગીએ ઉપરાછાપરી 3 ટ્વીટ કરીને જવાબ આપ્યો. 


સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભયાનક...બુલંદશહેર...યુપીના એક મંદિરમાં બે સાધુઓની હત્યાં. પરંતુ હુ બધાને અપીલ કરું છું કે જે પ્રકારે લોકોએ પાલઘર મામલે કરવાની કોશિશ કરી હતી તે રીતે તેઓ તેને સાંપ્રદાયિક ન બનાવે. જેના  જવાબમાં યોગી આદિત્યનાથે તેમને મહારાષ્ટ્ર સંભાળવાની શિખામણ આપી. સીએમ યોગીના આ ટ્વીટ બાદ ટ્વીટર પર અનેક કલાકો સુધી યોગી હૈ તો ન્યાય હૈનો હેશટેગ પણ ટ્રેન્ડ કરતો રહ્યો. યુપીના મુખ્યમંત્રી કાર્યાલયથી ઉપરાછાપરી ટ્વીટ કરીને શિવસેનાના આરોપોનો જવાબ આપવામાં આવ્યો. 



નિર્મોહી અખાડાના સાધુઓ હતા આથી કર્યો હતો ફોન: યોગી
સીએમ યોગીએ રાઉતના ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે સંજય રાઉતજી સંતોની બર્બર હત્યા પર ચિંતા કરવી એ તમને રાજકારણ લાગે છે? ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીજીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીજીને ફોન કર્યો કારણ કે પાલઘરમાં જે સાધુઓની હત્યા થઈ તે નિર્મોહી અખાડાના હતાં. વિચારો કે રાજકારણ કોણ કરે છે?


ગણતરીના કલાકોમાં આરોપી પકડાયો: યોગી
બુલંદશહેર કાંડ પર કાર્યવાહીની જાણકારી આપતા સીએમ યોગી કાર્યાલયે લખ્યું કે સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપીમાં કાયદાનું રાજ છે. અહીં કાયદો તોડનારાઓને બરાબર સજા મળે છે. બુલંદશહેરની ઘટના પર તરત કાર્યવાહી થઈ અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ થઈ. મહારાષ્ટ્ર સંભાળો, યુપીની ચિંતા ન કરો. 



અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના પાલઘરમાં તાજેતરમાં બે સાધુઓની ભીડે માર મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં આક્રોશ પેદા કર્યો હતો. પાલઘરનો મામલો ઠંડો પડ્યો ન હતો ત્યાં તો ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં બે સાધુઓની હત્યા થઈ. પાલઘરની ઘટના બાદ સીએમ યોગીએ મહારાષ્ટ્રના સીએમને ફોન કરીને દોષિતોને કડક કાર્યવાહીની માગણી કરી હતી. 



બેશર્મ થઈ રહી છે શિવસેના?
તમને જણાવીએ કે આ બધા પાછળ અસલ કારણ શું છે. સંજય રાઉતે બુલંદશહેરની ઘટનાને લઈને ટ્વીટ કર્યું હતું. આ ઉપરાંત રાઉતે તેને રાજકીય રંગ આપતા યોગી સરકાર પર સવાલ ઊભા કર્યા હતાં. પરંતુ સંજય રાઉતે ટ્વીટ કરતા પહેલા એ તો જોયું હોત કે આરોપીઓને પકડવાનો તો છોડો અપરાધને રોકવામાં નિષ્ફળ ગયેલા પોલીસકર્મીઓ ઉપર પણ મહારાષ્ટ્ર સરકાર માત્ર ટ્રાન્સફર જ કરીને હાથ ઊંચા કરી દીધા છે.