ડોકલામ વિવાદ સમયે કેન્દ્રએ સિક્કિમને અંધારામા રાખ્યું : પવન ચામલિંગ
પવન ચામલિંગે કહ્યું કે, આટલા તણાવના સમયમાં પણ મને ડોકલામ અવરોધ અંગે માત્ર મીડિયામાંથી જ જાણવા મળતું હતું
ગંગટોક : સિક્કિમના મુખ્યમંત્રી પવન ચામલિંગે કહ્યું કે, ચીનની સાથે ડોકલામના મુદ્દે વિવાદ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને અંધારામાં રાખી. તેમણે કહ્યું કે, ન તો કેન્દ્ર સરકાર અને ન તો ભારતીય સૈન્યએ તેમને પરિસ્થિતી અંગે કોઇ પણ પ્રકારની માહિતી આપી.ચામલિંગે સિક્કિમ મુલાકાત પર ગયેલ પશ્ચિમ બંગાળના કેટલાક પત્રકારો સાથે સોમવારે થયેલી વાતચીતમાં કહ્યું કે, આટલા તણાવના સમયમાં પણ મે વિવાદ અંગે જે કંઇ પણ સાંભળ્યું અને જોયું તે માત્ર ટીવી અને અખબાર દ્વારા જ સાંભળ્યું અને જોયું. તેમણે કહ્યું કે, ડોકલામના મુદ્દે સિક્કિમના લોકોમાં એક પ્રકારનો ડર હતો.
ડોકલામ મુદ્દે ભારત-ચીનની વચ્ચે 73 દિવસ ચાલ્યો હતો વિવાદ
મુખ્યમંત્રીએ કહ્યું કે, સિક્કિમ સરકારનું વલણ હતું કે, તેઓ દેશની ગરિમા અને સુરક્ષા માટે પોતાની ક્ષમતા અનુસાર પગલા ઉઠાવશે. ગત્ત વર્ષે 16 જુનથી ડોકલામ મુદ્દે ભારત અને ચીનની વચ્ચે 73 દિવસ સુધી વિવાદ ચાલ્યો હતો. અવરોધની શરૂઆત ત્યારે થઇ જ્યારે ભારતના વિવાદિત ક્ષેત્રમાં ચીની સેનાની તરફથીએક માર્ગનું નિર્માણ અટકાવી દેવાયું હતું. અવરોધ 28 ઓગષ્ટ સુધી ખતમ થયું હતું.
દાર્જિલિંગમાં અલગ રાજ્ય સંદર્ભે સિક્કિમ અને પશ્ચિમ બંગાળના સંબંધો અંગે પુછાયેલા એક સવાલનાં જવાબમાં ચામલિંગે કહ્યું કે, તેમણે એકથી વધારે વખત મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી હતી અને તેમને પહાડોમાં શાંતિ જાળવી રાખવા માટે એખ સાથે મળીને કામ કરવા માટેનુ વચન આપ્યું હતું.
દેશમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદ પર રહેવાનો રેકોર્ડ ધરાવતા ચામલિંગે કહ્યું કે, બંન્ને રાજ્યો પર્યટન અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં એક બીજાના સંસાધનોની વહેંચણી અંગે તૈયાર થયા છે. જેથી બંન્ને ક્ષેત્રોનો વિકાસ શક્ય બનશે.