નવી દિલ્હીઃ દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (Chief of Defence Staff General Bipin Rawat) એ કહ્યુ કે, હવે સેનાના જવાન કોરોના મહામારી સામે લડાઈ લડશે. તેમણે કહ્યું કે, હવે સમય સહસ્ત્ર દળો માટે ઉભા થવાનો છે. સેના સમયબદ્ધ રીતે કોવિડ મહામારી દરમિયાન સિવિલ પ્રશાસન દ્વારા બનાવવામાં આવી રહેલી વ્યવસ્થાઓની દિશામાં મળીને કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કરી હતી સમીક્ષા
દેશમાં કોરોના મહામારીની બીજી લહેર (CoronaSecondWave) સામે જંગમાં હવે સશસ્ત્ર દળોના નિવૃત થઈ ચુકેલા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ મોર્ચો સંભાળશે. સીડીએસ જનરલ બિપિન રાવતે સોમવારે આ જાણકારી આપી છે. જનરલ રાવતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી કોરોના મહામારીનો સામનો કરવા માટે સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ અને ઓપરેશનની સમીક્ષા કરી હતી. સીડીએસે પીએમને જણાવ્યુ કે, હોસ્પિટલોમાં ડોક્ટરોની મદદ માટે મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવી રહ્યો છે. 


Corona પર હાઈકોર્ટની દિલ્હી સરકારને ફટકાર, કહ્યું- તમે ન સંભાળી શકો તો કેન્દ્રને આપી દઈએ જવાબદારી

મિલિટ્રી મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રયોગ
સીડીએસે કહ્યુ કે, જ્યાં પણ સિવિલિયન્સ માટે સેનાનું મિલિટ્રી મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે, ત્યાં મોટી સંખ્યામાં મેડિકલ ફેસિલિટી તૈયાર કરવામાં આવી રહી છે. આ તકે પીએમ મોદીએ ભારત અને વિદેશથી ઈન્ડિયન એરફોર્સ દ્વારા ઓક્સિજન અને અન્ય જરૂરી સામાન લાવવાની પણ સમીક્ષા કરી હતી. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube