Child Eating Lizard Video: નાના બાળકોને સાચા અને ખોટાનો ફરક ખબર હોતી નથી. બાળકને સાચું-ખોટું શિખવાડવાનું અને દુનિયાદારી શિખવાડવામાં માતા-પિતાનો મહત્વપૂર્ણ રોલ હોય છે. બાળકો તમે મોટાભાગે કંઇકને કંઇક ઉઠાવીને ખાતા જોયા હશે. બાળકને એ ખબર હોતી નથી કે કંઇ વસ્તુ ખાવી જોઇએ અને કઇ વસ્તુ ન ખાવી જોઇએ. ઘણીવાર એવી વસ્તુ પણ ઉઠાવીને મોંઢામાં નાખવાનો પ્રયત્ન કરે છે, જે ઝેરી હોય શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવતી ગરોળીને પકડીને મોંઢામાં નાખવા લાગ્યો બાળક
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમારા રૂવાડાં ઉભા થઇ જશે. વીડિયોમાં એક નાનકડું બાળક ગરોળી પકડીને ખવાનો પ્રયત્ન કરે છે, જેને જોઇને બાળકની માતા બૂમ પાડે છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક નાનકડો છોકરો ગરોળી જુએ છે અને તેને પકડીને અચાનક પોતાના મોંઢામાં નાખવા લાગે છે. આ જોવું જ ખૂબ ડરામણું છે. 


વીડિયોમાં જોઇ શકાય છે કે એક માતા પોતાના બાળકને લઇને ઉભી છે. આ દરમિયાન ત્યાં એક વ્યક્તિ આવે છે. વ્યક્તિની ટી શર્ટ પર એક જીવતિ ગરોળી ચાલતી જોવા મળે છે. તે વ્યક્તિ માતાના ખોળામાં બેઠેલા બાળકને ગરોળી બતાવે છે. ત્યારબાદ બાળક સમજ્યા વિચાર્યા વિના ફટાક દઇને ગરોળી પકડી છે. ત્યારબાદ તેને ખાવા માટે અચાનક મોંઢા પાસે લઇ જાય છે. આ જોઇને માતા બૂમ પાડવા લાગે છે. જુઓ વીડિયો....



એક સેકન્ડનું મોડું થઇ જાય તો ગરોળી ખાઇ જાત બાળક
વીડિયોમાં તમે જોઇ શકો છો કે માતા તાત્કાલિક બાળકનો હાથ પકડી લે છે. આ દરમિયાન જો 1 સેકન્ડ પણ મોડું થાત તો બાળક ગરોળીને પોતાના મોંઢામાં નાખી દેત. વીડિયોને ઇંસ્ટાગ્રામ પર  thesceneryplace નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો એટલો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે કે તેને અત્યાર સુધી 43 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તો બીજી તરફ 10 લાખથી વધુ લોકો આ વીડિયોને લાઇક કરી ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube