આ સમાચાર જેટલા હેરના કરનારા છે, એટલું જ કંયાક વધારે ચિંતા મુકે તેવા છે. સોશિયલ મીડિયામાં ખસા કરીને વ્હોટ્સએપ પર ખોટા સમાચારનું બજાર કેટલું ચાલી રહ્યું છે. તે તમને જણાવવાનું જરૂરી નથી. પરંતુ ચિંતાની વાત એ છે કે લોકો તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી રહ્યાં છે. એવામાં એક મેસેજ વાયરલ થયો છે, ત્યારબાદથી જ હરિયાણાના એક ગામમાં બાળકોએ ગળામાં કપૂર-એલચીનો હાર પહેરી સ્કૂલે પહોંચી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્હોટ્સએપ પર વાયરલ થયો મેસેજ
‘દૈનિક જાગરણ’ના સમાચાર અનુસાર, આ ઘટના પન્નીવાલા રૂલદૂ ગામની છે. ગામમાં થોડા દિવસથી એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એલચી અને કપૂરની માળા સ્વાઇન ફ્લૂથી બચાવે છે. વ્હોટ્સઅપ પર વાયરલ આ નુસ્ખાને સાચો માની બાળકો અને તેમના પરિવારજનોએ કપૂર અને એલચીથી બનેલા ચૂર્ણની પોટલી બનાવી અને તેની માળા બનાવી બાળકને પહેરાવી દીધી હતી.


મેડિલક સાયન્સે કર્યો ઇનકાર
ગામના રાજકીય સ્કલોમાં ક્લાસ રૂમમાં બેસીને બાળકો આ ચૂરણની સુગંધ લેતા જોવા મળ્યા હતા. બાળકોને પૂછવા પર તેમણે કહ્યું કે આવું કરવાથી સ્વાઇન ફ્લૂ તેમને થશે નહીં. બીજી બાજૂ, મેડિકલ સાયન્સે આ વાતનો ઇન્કાર કર્યો છે. સીએમઓ ડૉ. ગોબિંદ ગુપ્તાએ કહ્યું કે ચૂરણની સુગંધ લેવાથી સ્વાઇન ફ્લૂ ખતમ થતો નથી. આયુષ વિભાગ પણ આ પ્રગોગનો પહેલાથી જ ઇનકાર કરી રહ્યું છે. વિભાગનું કહવું છે કે કપૂર-એલચીની સુગંધથી છાતી જરૂર સાફ હોય છે, પરંતુ તેનાથી સ્વાઇન ફ્લૂને કોઇ લેવાદેવા નથી.


ગ્રામજનોને કરવામાં આવી રહ્યાં છે જાગૃત
જણાવી દઇએ કે સિરસાના જ ગગનદીપે સોમવાર રાત્રે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. તેને સ્વાઇન ફ્લૂ થયાની આશંકા હતી. બઠિંડાના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગગનદીપનું જે સેમ્પલ તપાસ માટે ચંડીગઢ મોકલવામાં આવ્યું છે. તેની રિપોર્ટ હજુ આવી નથી. સાવચેતી તરીકે, ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...