નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus)  સંક્રમણના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. લોકોને રસી મૂકવા માટે અભિયાન ચાલુ છે. પરંતુ કોરોના વિરુદ્ધ લડી રહેલા ડોકટર્સ અને હેલ્થ કેર વર્કર્સ માટે નવો પડકાર તૈયાર છે. કોરોના સંક્રમણના નિશાને હવે દેશના બાળકો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકો પર કોરોનાનો કહેર
રાજસ્થાનના બે જિલ્લામાંથી મોટા પાયે બાળકો સંક્રમિત થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. દૌસામાં 22 દિવસમાં 300 બાળકો સંક્રમિત થયા અને સીકરમાં 83 દિવસમાં 1757  બાળકો સંક્રમિત થયા. જ્યારે મધ્ય પ્રદેશના સાગરમાં 30 દિવસમાં 302 બાળકો સંક્રમિત થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં 20 દિવસમાં 2044 બાળકો સંક્રમિત થયા. રાહતની વાત એ છે કે કે તેમાંથી લગભગ તમામ બાળકો સામાન્ય ઉપચાર બાદ સાજા થઈ ગયા. જો કે કેટલીક જગ્યાએથી સારવાર દરિમિયાન બાળકોના મોતના સમાચાર પણ આવ્યા. 


ચોંકાવનારા આંકડા
અમારો હેતુ તમને ડરાવવાનો નથી પરંતુ સાવધાન કરવાનો છે. જેથી કરીને બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય. બાળકોમાં કોરોનાને ફેલાતો રોકી શકાય. પરંતુ સૌથી પહેલા અમે તમને બાળકોમાં કોરોનાના વધતા સંક્રમણના ચોંકાવનારા કેસ અંગે જણાવીએ છીએ. 


રાજસ્થાનના દૌસામાં કોરોનાનો પ્રકોપ
રાજસ્થાનના દૌસામાં બાળકોમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ વિશે ચોંકી જવાય તેવું છે. દૌસા જિલ્લામાં છેલ્લા 22 દિવસમાં 300 બાળકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા. પરંતુ સંક્રમિત થયેલા આ બાળકોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. જો કે હાલ તો દૌસામાં કોઈ બાળક કોરોના સંક્રમિત નથી. દૌસાના સ્વાસ્થ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે બાળકોનું ખાસ ધ્યાન રાખવું. 


Covid-19 Updates: ભારતમાં કોરોનાથી મોતનો આંકડો 3 લાખને પાર, માત્ર 26 દિવસમાં 1 લાખ લોકોએ જીવ ગુમાવ્યા


મધ્ય પ્રદેશના સાગરમાં આટલા બાળકો કોરોના સંક્રમિત
મધ્ય પ્રદેશના સાગરમાં બાળકો પર કોરોનાનો કહેર જોવા મળ્યો છે. સ્થિતિ જોતા પ્રશાસન અલર્ટ મોડ પર છે. સાગર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં 302 બાળોક કોરોના વાયરસથી સંક્રમિત થયા. અહીં 4 બાળકોના સંક્રમણના કારણે મોત પણ થયા. સાગર જિલ્લામાં ચાઈલ્ડ કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. સ્થિતિ ચિંતાજનક છે. 


આ બધા વચ્ચે ઉત્તરાખંડ સરકાર તરફથી બહાર પડેલા કોરોના સંક્રમણના આંકડામાં ચોંકાવારી વાત સામે આવી છે. આ વર્ષે 1થી 20 મે વચ્ચે ઉત્તરાખંડમાં 9 વર્ષથી ઓછી ઉંમરના 2044 બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ ઉપરાંત અહીં 8661 એવા સંક્રમિતો મળ્યા કે જેમની ઉંમર 10થી 19 વર્ષ વચ્ચે છે. 


બાળકોમાં જો આ લક્ષણો જોવા મળે તો સાવધાન થઈ જાઓ
બાળકોમાં શરૂઆતી લક્ષણો શું છે? જો તમને કોઈ બાળકમાં શ્વાસ લેવાની તકલીફ જોવા મળે, બાળકનું નાક વહ્યા કરતું હોય, તેને તાવ કે હળવી ઉધરસ હોય, બાળક પેટમાં દુખાવાની ફરિયાદ કરે, તે થાકેલું લાગે અને બાળકને ઝાડા કે ઉલ્ટી થતી હોય તો સાવધાન થઈ જાઓ. તરત કોરોનાની સારવારમાં લાગેલા ડોક્ટરનો સંપર્ક કરો. તેમને વાત કરીને સ્થિતિ જણાવો. જરૂર પડ્યે બાળકની તપાસ જરૂર કરાવો. 


COVID Patients નું રસીકરણ રિકવરીના 3 મહિના બાદ જ કેમ? સામે આવ્યું આ મોટું કારણ


નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદી પણ બાળકોમાં કોરોના સંક્રમણને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. જેને લઈને તૈયારીની વાત કહી ચૂક્યા છે. દેશની ભાવિ પેઢીને કોરોના સંક્રમણથી બચાવવા માટે સાવચેતી સૌથી જરૂરી અને કારગર દવા છે. જે કોરોનાથી આખી દુનિયા પરેશાન છે તેનાથી બાળકોને બચાવવા માટે ખાસ સાવધાની વર્તો. 


સૌથી પહેલા બાળકોને અલગ રાખો. તેમને પોતાની જાત સાથે રમવા દો. બહારના લોકો સાથે બિલકુલ સંપર્ક ન કરાવો. જો તમે જરૂરી સેવા સાથે જોડાયેલા હોવ તો તમારા ઘરમાં બાળકોથી હંમેશા અંતર જાળવો. ઘરમાં પણ માસ્ક પહેરો અને બાળકોને પણ માસ્ક પહેરવા માટે પ્રેરિત કરો. બાળકોને તાજુ અને સ્વાસથ્યવર્ધક ભોજન કરાવો. ઘરમાં હવા ઉજાસ જાળવો. 


માણસનો સૌથી મોટો દુશ્મન બની બેઠેલા આ અદ્રશ્ય શત્રુથી દુનિયા ત્રાહિમામ છે, મોટો પડકાર બની બેઠો છે આ વાયરસ પણ આપણે જુસ્સો જાળવી રાખવાનો છે. બાળકોની સાથે સાથે પોતાને પણ સંક્રમણથી બચાવવાની છે. જો આપણે સ્વસ્થ રહીશું તો જ બાળકો તથા વૃદ્ધોને સંક્રમણથી બચાવી શકીશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube