નવી દિલ્હી: દેશમાં આજે 73માં સ્વતંત્રતા દિવસને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી, દરેક જગ્યાએ દેશવાસી આઝાદીના આ પર્વને સેલિબ્રેટ કરી રહ્યો છે. આ વચ્ચે સ્વચંત્રતા દિવસ પર જમ્મુ કાશ્મીરથી એક સૌથી ખુશ તસવીર સામે આવી છે. તેમાં સ્કૂલના બાળકો કુપવાડામાં હાથમાં તિરંગો લઇને ઉજવણી કરી રહ્યાં છે. આ તસવીર જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિને જણાવે છે. તે જણાવી રહી છે કે, જમ્મુ કાશ્મીરની સ્થિતિ હવે સામાન્ય થઇ રહી છે. અહીના લોકો અને નવી પેઢીમાં બદલાવની ઇચ્છે સ્પષ્ઠ દેખાઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- શું તમે જાણો છો જલ, થલ અને વાયુસેના કેમ અલગ-અલગ પોઝિશનમાં કરે છે સેલ્યૂટ


કુપવાડાને આતંકનો ગઢ કહેવામાં આવે છે. આ ખુબજ સંવેદનશીલ વિસ્તાર છે. પરંતુ ગુરુવારે અહીના બાળકો હાથમાં તિરંગો લઇને ડાન્સ કરતા હોવાની તસવીર સામે આવાથી તે સ્પષ્ટ થઇ ગયું છે કે, અહીંની નવી પેઢી પણ દેશભક્તિથી ઓતપ્રોત છે.


VIDEO: આઝાદીના જશ્નમાં મગ્ન બન્યું લદ્દાખ, સાંસદ નામગ્યાલએ લેહમાં કર્યો ડાન્સ


પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગુરુવારે લાલ કિલ્લાથી કહ્યું કે, નવી સરકાર બનવાના 70 દિવસની અંદર જમ્મુ કાશ્મીરમાંથી 370 અને 35-એ દૂર કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોની આકાંક્ષાઓ પૂરી થાય, તે અમારા બધાની જવાબદીર છે. તેમનું કહેવું છે કે, કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરનો વિકાસ થશે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...