પટના : બિહારના મુજફ્ફરપુર અને આસપાસનાં વિસ્તારમાં અક્યૂટ ઇંસેફલાઇટિસ સિંડ્રોમ એટલે કે ચમકી તાવનાં કારણે અત્યાર સુધીમાં આશરે 112 બાળકોનાં મોત થઇ ચુક્યા છે. પ્રદેશનું રાજકારણમાં સત્તા અને વિપક્ષની વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપ વચ્ચે રાજ્યની સૌથી મોટી રાજનીતિક પાર્ટી રાષ્ટ્રીય જનતા દળનાં નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામાન્ય લોકો વચ્ચેથી ગાયબ છે. બિહારમાં બાળકોનાં મોત વચ્ચે તેજસ્વીની ગેરહાજરી જ્યાં અનેક સવાલો પેદા કરી રહી છે, બીજી તરફ પાર્ટીનાં નેતાઓએ પણ તેજસ્વી અંગે કોઇ માહિતી નહી હોવાની વાત કરી છે. 


માત્ર સમીક્ષા બેઠક જ નહી પરંતુ CMનાં દરેક કાર્યક્રમમાં મોબાઇલ પર લાગ્યો પ્રતિબંધ
બિહારમાં આરજેડીનાં વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદ સિંહે તેજસ્વીનાં ગાયબ થવા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કદાચ ત્યાં વર્લ્ડ કપ જોવા માટે ગયા હોય. તેજસ્વીની ગેરહાજરીનાં વિષયમાં બુધવારે મીડિયા સાથે વાત કરતા વરિષ્ઠ આરજેડી નેતા રઘુવંશ પ્રસાદ સિંહે કહ્યું કે, મને સ્પષ્ટ રીતે નથી ખબર કે તેજસ્વી યાદવ ક્યાં છે. કદાચ તેઓ વર્લ્ડ કપ જોવા માટે ગયા છે, પરંતુ તે અંગેની કોઇ સ્પષ્ટ માહિતી નથી. 


LIVE: વન નેશન વન ઇલેક્શનમાં મોદી સાથે જગન, પવાર-ઓવૈસી પણ પહોંચ્યા
આઠવલેનાં તુકબંધી ભાષણને સાંભળી PM મોદી અને રાહુલ હસી હસીને લોટપોટ થઇ ગયા
અત્રે ઉલ્લે્ખનીય છે કે, જેલમાં બંધ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનાં ઉત્તરાધિકારી કહેવાતા તેમનાં નાના પુત્ર તેજસ્વી યાદવ લોકસભા ચૂંટણીમાં શરમજનક પરાજય બાદ જાહેર જીવનથી ગાયબ થઇ ચુક્યા છે. તેજસ્વી યાદવને 28 મેના રોજ અંતિમ વાર હારનાં કારણોની સમીક્ષા માટે પોતાની માં રાબડી દેવીનાં આવાસ પર આયોજીત બેઠકમાં જોવા મળ્યા હતા. 
દક્ષિણ આફ્રિકાના ધનકુબેર ગુપ્તા બંધુઓના પુત્રના ભવ્ય લગ્ન 'વિવાદમાં', બોલીવુડ સ્ટાર્સનો જમાવડો
પિતાના જન્મ દિવસ સમારંભમાં પણ ગેરહાજર
તેજસ્વી યાદવ પોતાનાં પરિવાર દ્વારા આયોજીત બે મોટા કાર્યક્રમ બે જુને રાબડી દેવીની ઇફ્તાર પાર્ટી, 11 જુને લાલુ યાદવનાં જન્મ દિવસની ઉજવણીમાં દેખાયો નહોતો. લાલુ યાદવનાં જન્મ દિવસને આરજેડી અવતરણ દિવસ તરીકે મનાવે છે. પાર્ટીનાં નેતાઓ પણ તેજસ્વી યાદવ ગાયબ થઇ જવાનાં કારણે આશ્ચર્યમાં છે.