ચીનની માંગને પગલે કાશ્મીર મુદ્દે શુક્રવારે સંયુક્ત UN સુરક્ષા પરિષદમાં બંધ બારણે થશે ચર્ચા
ભારત-કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ચીનની માંગ સ્વિકારી લેવાઇ છે
સંયુક્ત રાષ્ટ્ર : ચીનની માંગ બાદ સંયુક્ત રાષ્ટ્ર પરિષદ જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પરત લેવા માટેના ભારતનાં પગલા અંગે શુક્રવારે બંધ રૂમમાં ચર્ચા કરશે. રાજદ્વારીઓએ સમાચાર એજન્સી એએફપીને આ અંગે માહિતી આપી હતી. રાજદ્વારીઓએ કહ્યું કે, સુરક્ષા પરિષદની હાલના અધ્યક્ષ પોલેન્ડે આ મુદ્દાને ચર્ચા માટે શુક્વારે 10 વાગ્યે સુચીબદ્ધ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે હોંગકોંગમાં 10 અઠવાડીયાથી ચાલી રહેલ લોકશાહીના સમર્થકોએ પ્રદર્શનનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો છે. સુત્રો અનુસાર હોંગકોંગ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રએ મહત્વની બેઠક બોલાવવાનો નિર્ણ લીધો છે.
જમ્મુ કાશ્મીર: અનુચ્છેદ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજી અંગે સુપ્રીમ કાલે કરશે સુનાવણી
પાકિસ્તાન પોતાની પેંતરાબાજીઓ દ્વારા કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાના પ્રયાસો કરે છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું વલણ સતત એવું રહ્યું છે કે, તેને આંતરરાષ્ટ્રીય દખલ મંજુર નથી. આંતરિક મુદ્દે તો કોઇ બાહ્ય શક્તિનાં દખલનો સવાલ જ નથી. ભારતનું કહેવું છે કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ શિમલા સમજુતી અનુરૂપ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતચીત આધારે થશે. બંન્ને દેશ ઇચ્છે તો આંતરિક સંમતીથી સમસ્યાનાં ઉકેલ માટે કોઇ ત્રીજી શક્તિને મંજુર રાખી શકે નહી.
સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતનો મુંહતોડ જવાબ, 3 પાકિસ્તાની સૈનિક ઠાર
નેતન્યાહૂએ 15 ઓગષ્ટે ભારતને કહ્યું નમસ્તે, મારા મિત્ર PM મોદી અને ભારતીયોને શુભકામના
પાકિસ્તાનની પેંતરાબાજીમાં ચીનનો સાથ
જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો રદ્દ કરવાનાં ભારતના આંતરિક મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનાં પાકિસ્તાનનાં ઉછળકુદ કરી રહ્યું હતું. તેના આ પ્રયાસમાં ચીને તેનો સાથ આપ્યો. પાકિસ્તાનને ડર છે કે કાશ્મીર મુદ્દે કરાયેલા પરિવર્તનથી તે પોતાનાં આતંકવાદના એજન્ડાને પુર્ણ નહી કરી શકે.એટલા માટે તે દરેક શક્ય પ્રયાસો કરી રહ્યું છે. ઇસ્લામાબાદે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી હતી. ચીને પણ તેનો સાથ આપતા આ માંગણી કરી હતી. રાજદ્વારીઓનાં અનુસાર શુક્રવારે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુર7ા પરિષદમાં બંધ રૂમમાં બેઠક યોજાશે.