ભારતની તીખી પ્રતિક્રિયા બાદ ચીન પાછુ હટ્યું: રાજદૂત સાથે છેડો ફાડ્યો
ચીની રાજદૂતે નવી દિલ્હીમાં ત્રિપક્ષીય વાર્તા આયોજીત કરવાની ભલામણ કરી હતી જે અંગે ભારતે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી
બીજિંગ : ભારતમાં ચીનનાં રાજદુતે હાલમાં જ પાકિસ્તાન - ભારત અને ચીન વચ્ચે ત્રિપક્ષીય સહયોગ વધારવા અને મંત્રણા કરવાનો વિચાર સામે મુક્યો હતો. આ અંગે ભારતની તરફથી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો તો બુધવારે ચીને પોતાનાં રાજદૂતનાં નિવેદન સાથે છેડો ફાડી લીધો હતો. ચીને સધાયેલી પ્રતિક્રિયા આપતા એટલું જરૂર કહ્યું કે, આંતરિક વિશ્વાસ વધારવા માટે ભારત અને પાકિસ્તાને એકબીજા સાથે ચર્ચા મંત્રણા જરૂર કરવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે પહેલાથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરેલું છે કે પાકિસ્તાન સાથેની મંત્રણામાં કોઇ પણ ત્રિજા પક્ષની ભુમિકા સ્વિકાર્ય નથી. નોંધનીય છે કે, સોમવારે નવી દિલ્હીમાં ભારત - ચીનના સંબંધ પર આયોજીત એક સેમિનારમાં લુ ઝાઓહુઇએ કહ્યું હતું કે, કેટલાક ભારતીય મિત્રોને સલાહ આપી છે કે, ભારત-ચીન અને પાકિસ્તાન વચ્ચે SCO ઉપરાંત એક ત્રિપક્ષીય સમ્મેલન થવું જોઇએ. આ એક સકારાત્મક વિચાર છે. તેમણે આગળ કહ્યું કે, તેનાંથી ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને સુધારવા અને શાંતિ જાળવી રાખવામાં મદદ મળશે.
લુની આ ટીપ્પણી અંગે પુછવામાં આવતા ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંન્ને ચીનનાં મિત્ર અને પાડોશી છે. તેમણે કહ્યું કે, અમે ક્ષેત્રમાં વિકાસ અને સ્થિરતા માટે ભારત અને પાકિસ્તાન સહિત પોતાનાં તમામ પાડોશીઓની સાથે સંબંધોને મજબુત કરવા માંગે છે. ચીની પ્રવક્તાએ કહ્યું કે, આશા કરીએ છીએ કે દ્વિપક્ષીય સંબંધોમાં ભરોસો વધારવા માટે ભારત અને પાકિસ્તાન સંવાદને આગળ વધારશે. આ ક્ષેત્રનાં બીજા દેશોનાં હિતમાં હશે. તેમ પુછવામાં આવ્યું કે શું ચીન લુની ટીપ્પણીથી પાછળ હટી રહ્યા છે, ગેંગે કહ્યું કે, મે જે કહ્યું કે, તેઓ ચીનનું અધિકારક વલણ છે. શું ચીની દૂતાવાસ પોતાની વેબસાઇટ પર હાલનાં રાજદૂતનાં નિવેદનને હટાવશે, આ સવાલનો તેમને જવાબ આપ્યો હતો.