નવી દિલ્હી: ભારતીય સેનાએ પૂર્વ લદાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણના રિપોર્ટ્સને ફગાવતા કહ્યું કે આ સંપૂર્ણ રીતે પાયાવિહોણા છે. સેના તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે આવી કોઈ ઘટના વિસ્તારમાં ઘટી નથી અને ચીન સાથે વાતચીત દ્વારા જ સરહદ વિવાદ ઉકેલવામાં આવી રહ્યો છે. સેનાનું આ નિવેદન બિઝનેસ સ્ટાન્ડર્ડના એ રિપોર્ટ પર આવ્યું છે જેમાં બંને દેશની સેનાઓ વચ્ચ ઘર્ષણની વાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું કોઈ ઘર્ષણ  થયું નથી
સેના તરફથી કહેવાયું કે ફેબ્રુઆરીમાં શરૂ થયેલી ડિસએન્ગેજમેન્ટ સમજૂતિ બાદથી બંને તરફથી કોઈના પણ દ્વારા સરહદમાં દાખલ થવાની કોશિશ કરાઈ નથી. ગલવાન અને કોઈ પણ અન્ય વિસ્તારમાં આવું કોઈ ઘર્ષણ થયું નથી. રિપોર્ટ ફગાવતા સેનાએ કહ્યું કે તેમા તત્થો સાથે રમત કરાઈ છે અને આ વાત સંપૂર્ણ ખોટી છે. 


ઈન્ડિયન આર્મી તરફથી સ્પષ્ટતા કરાઈ કે બંને તરફથી વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને સતત ભારતીય સેના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. અત્યાર સુધી વિસ્તારમાં હાલાત સંપૂર્ણ રીતે સામાન્ય છે. આ ઉપરાંત જણાવાયું કે ચીની સૈનિકોની દરેક હરકત પર ભારતીય સેના બાજ નજર રાખી રહી છે. 


Corona Update: બેદરકારીનું પરિણામ? કોરોના સંક્રમણના કેસ વધ્યા, 24 કલાકમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા


અત્રે જણાવવાનું કે રિપોર્ટમાં કહેવાયું હતું કે પૂર્વ લદાખના વિસ્તારમાં અનેક જગ્યાએ ચીની સૈનિકોએ એલએસી પાર કરી છે. આ સાથે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ વાત કરાઈ હતી. રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે ચીનની સેના સાથે આ ઘર્ષણ ગલવાન નદીની નજીક એ જ વિસ્તારમાં થયો હતો જ્યાં ગત વર્ષે 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. 


ચીનના વિદેશ મંત્રી સાથે થશે મુલાકાત!
આ બાજુ વિદેશ મંત્રી એસ જયશંકર એસસીઓના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં ભાગ લેવા માટે તાઝિકિસ્તાનના પ્રવાસે છે. આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી અને ચીનના વિદેશમંત્રી વાંગ યી પણ સામેલ થઈ શકે છે. 


breasts tighten home remedies: મહિલાઓની મોટી સમસ્યા...ઢીલા પડી ગયા છે સ્તન, ટાઈટ કરવા માટે અપનાવો આ ઘરઘથ્થુ ઉપાય


જયશંકર શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક ઉપરાંત ભાગ લેનારા કેટલાક દેશોના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય સંવાદ પણ કરશે. કહેવાય છે કે પૂર્વ લદાખના મુદ્દે ચીનના વિદેશમંત્રી સાથે તેમની દ્વિપક્ષીય વાતચીત થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube