નવી દિલ્હીઃ પાછલા શનિવાર એટલે કે 13 નવેમ્બરે સેનાના કાફલા પર ઘાત લગાવીને થયેલા ઉગ્રવાદી હુમલાની જવાબદારી મણિપુરમાં સક્રિય Peoples Liberation Army (PLA) એ લીધી છે. પીએલએએ હુમલામાં આસામ રાઇફલ્સના કર્નલ સહિત કુલ 7 લોકોના મોત થયા હતા. સૂત્રો પ્રમાણે સેનાની ટુકડી પર થયેલા હુમલામાં 15થી વધુ PLAના ઉગ્રવાદી સામેલ હતા, જેણે કાફલા પર  IED વિસ્ફોટ કરી ફાયરિંગ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોર્થ ઈસ્ટને અશાંત કરવાનું ષડયંત્ર
સુરક્ષા એજન્સીઓના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે નોર્થ ઈસ્ટને અશાંત કરવાનું મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ઉગ્રવાદીઓની પાસે ચીનમાં બનેલા હથિયાર અને દારૂગોળા મોટી માત્રામાં પહોંચી રહ્યાં છે. જાણકારો પ્રમાણે ઉગ્રવાદી જૂથ PLA ચીનની સેના સાથે નજીકનો સંબંધ છે. કેન્દ્રીય સુરક્ષામાં તૈનાત એક અધિકારી પ્રમાણે PLA ની પાસે 600-700 જેટલા હથિયાર બંધ ઉગ્રવાદી છે. ભારત-મ્યાનમાર સરહદ પર આવેલા મ્યાનમારના વિસ્તારમાં તેના કેમ્પ છે. જ્યારે તેના પર સેના કાર્યવાહી કરે છે, ત્યારે બધા મ્યાનમારની સરહદમાં દાખલ થઈ જાય છે.


આ પણ વાંચોઃ હવે દેશમાં સૂર્યાસ્ત બાદ પણ થઈ શકશે Post-mortem, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કરી જાહેરાત


મ્યાનમારમાં છે ચીની હેડ ક્વાર્ટર
મ્યાનમાર-ચીન સરહદની નજીક રૂઇલી (Ruili) માં છુપાયેલા ઉગ્રવાદી જૂથ (ULFA) ના વડા પરેશ બરુઆ (Paresh Baruah) ની મદદથી ચીની હથિયાર ઉત્તર પૂર્વના ઉગ્રવાદી જૂથો સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે. ઝી મીડિયાને મળેલી જાણકારી પ્રમાણે PLA નું મ્યાનમારમાં યાંગૂન  (Yangon), Mandalay, Sagaing માં હેડ ક્વાર્ટર છે. ઉગ્રવાદી જૂથ મ્યાનમાર અને ચીન પાસે આવેલા Wa વિસ્તારથી ઓપરેટ કરે છે. ચીનથી મળેલા હથિયારોના જથ્થાને ઉત્તર પૂર્વમાં સતત સપ્લાય કરવાની સાથે-સાથે ઉગ્રવાદી જૂથમાં યુવાઓની ભરતીમાં પણ આ જૂથ સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube