Made in China કોમ્પ્યુટર્સે એપલ, એમેઝોન જેવી કંપનીઓની જાસુસ કરી
એપલ, એમેઝોન અને સુપર માઇક્રોએ કહ્યું કે, બિઝનેસ વીકનાં અહેવાલામં જેવા ચીપની વાત થઇ રહી છે, તેવી કોઇ પણ ચીપ નથી મળી. જો કે બિઝનેસ વિકે ગુપ્ત સરકારી સુત્રો પાસેથી માહિતી મળી હોવાનો દાવો કર્યો છે
નવી દિલ્હી : ચીન વિશ્વની નંબર-1 ટેક કંપની એપલ અને એમેઝોન સહિત 20 કંપનીઓની જાસુસી કરી રહ્યા છે. આ ચોંકાવનારો ખુલાસો બ્લૂમબર્ગ વીકનાં એક રિપોર્ટથી થયો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં બનેલા કોમ્પ્યુટર્સ અને સર્વરથી આ જાસુસી કરવામાં આવી રહી છે. આ રિપોર્ટમાં એટલે સુધી કહેવામાં આવ્યું છે કે ચીન ન માત્ર એપલ અને એમેઝોનની જ નહી પરંતુ FBIની પણ જાસુસી મેડ ઇન ચાઇના કોમ્પ્યુટર અને સર્વર દ્વારા કરી રહી છે.
બ્લૂમબર્ગનાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીનનાં જાસુસોએ સુપર માઇક્રો કંપની માટે ચીની ફેક્ટ્રીઓમાં બનેલા મધરબોર્ડમાં ચોખાનાં દાણા જેટલી નાનકડી માઇક્રોચીપ લગાવી છે. જો મધરબોર્ડ એમેજોન અને એપ્પલ સહિત આશરે 28 અમેરિકન કંપનીઓ પોતાનાં સર્વરનો યુઝ કરી રહી હતી.
રિપોર્ટ અનુસાર સુપર માઇક્રો મધરબોર્ડમાં લગાવાયેલ નાની ચીપનાં ચીની જાસુસ અને હેકર્સને કંપનીઓનાં ડેટા સેંટર્સ અને તે કમ્પ્યુટર્સમાં એક્સેસ આપવામાં આવ્યું જશે. જ્યાં સુપર માઇક્રો મધરબોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.
રિપોર્ટ અનુસાર ચીનની તરફથી 30 કંપનીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બ્લૂમબર્ગની આ તપાસમાં સામે આવ્યું કે, તે અમેરિકી કંપનીઓની વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટી સપ્લાઇ ચેન એટેક છે.
સમાચાર એજન્સીનું કહેવું છે કે એપલ અને એમેઝોને 205માં જ સર્વર્સમાં આ પ્રકારની ચીપ શોધી કાઢી હતી. એપલે સુપર માઇક્રો સર્વસમાંથી 2015માં જ પોતાની પાર્ટનરશીપ રદ્દ કરી દીધીહ તી. રિપોર્ટ અનુસાર આ જાસુસીમાં યૂઝરને ડેટા બ્રીચ નથી થયો. ચીની સરકારે આ પ્રકારની કોઇ પણ જાસુસીનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. ચીનનાં વિદેશ મંત્રાલયે બ્લૂમબર્ગને જણાવ્યું કે, ચીન સાઇબર સિક્યોરિટીનો દ્રધ રક્ષક છે.