NSG માં ભારતની એન્ટ્રી પર ફરીથી અડંગો લગાવશે ચીન, પહેલા પણ રોકતું રહ્યું છે રસ્તો
ચીને 48 સભ્યોની એનએસજીમાં ભારતનાં પ્રવેશ મુદ્દે વારંવાર અડંગો લગાવ્યો છે
બીજિંગ : ચીને શુક્રવારે કહ્યું કે, અસ્તાનામાં પરમાણુ પુરવઠ્ઠા સમુહ (એનએસજી)ની બેઠકમાં ભારતના સભ્યપદનો મુદ્દો એજન્ડામાં નથી. સાથે જ તેમણે પરમાણુ અપ્રસાર સંધી (એનપીટી) પર હસ્તાક્ષર નહી કરનારા દેશોનો તેમાં સમાવેશ નહી કરવા અંગે સભ્ય દેશોનાં એક સામાન્ય મંતવ્ય સુધી પહોંચ્યા કે કોઇ સમય સીમા આપવાનો ઇન્કાર કરી દીધો. ચીને 48 સભ્યો એનએસજીમાં ભારતનાં પ્રવેશને વારંવાર અટકાવ્યું છે. આ સમુહ વૈશ્વિક પરમાણુ વ્યાપારનું નિયમન કરે છે. મે 2016 માં એનએસજીનું સભ્યપદ લેવા માટે ભારતની અરજી આપ્યા બાદ ચીન તે વાત પર ભાર આપી રહ્યું છે કે પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી) પર હસ્તાક્ષર કરનારા દેશોને જ એનએસજીમાં પ્રવેશની પરવાનગી ન આપવામાં આવવી જોઇએ.
રાહુલ ગાંધીએ યોગની સાથે સાથે સેનાનો પણ ઉડાવ્યો મજાક, ટ્વીટર પર લોકો ધુંવાપુંવા
ભારત અને પાકિસ્તાને એનપીટી પર હસ્તાક્ષર નથી કર્યું. જો કે ભારતે અરજી આપવા અંગે 2016માં પાકિસ્તાને પણ એનએસજીનાં સભ્યપદ માટેની અરજી કરી છે. એનએસજીમાં ભારતનાં પ્રવેશ પર ચીનનાં વલણમાં કોઇ પરિવર્તન અંગે ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા લુ કાંગે અહીં મીડિયા બ્રિફિંગમાં જણાવ્યું કે, જે દેશોએ એનપીટી પર હસ્તાક્ષર નથી કર્યા, તેને કોઇ વિશેષ યોજના સુધી પહોંચ્યા વગર એનએસજીમાં સમાવેશ કરવા અંકે કોઇ ચર્ચા નહી કરવામાં આવે. તેમણે કહ્યું કે, એટલા માટે ભારતનો સમાવેશ કરવા અંગે કોઇ ચર્ચા નહી થાય.
બિહારમાં તેજસ્વી યાદવ ગુમ હોવાનાં પોસ્ટર લાગ્યા, શોધી આપનારને 5100 નું ઇનામ
મોહાલીમાં સિદ્ધુ રાજનીતી ક્યારે છોડી રહ્યા છો? ના પોસ્ટર લાગતા ચકચાર
લુએ કહ્યું કે, ચીન એનએસજીમાં ભારતનાં પ્રવેશને નથી અટકાવી રહ્યું અને આ ફરીએકવાર જણાવ્યું કે, બીજિંગનું આ વલણ છે કે એનએસજીનાં નિયમ અને પ્રક્રિયાનું પાલન કરવામાં આવવું જોઇએ. કજાકિસ્તાનનાં અસ્તામાં 20-21 જુને એનએસજીની પુર્ણ બેઠક થઇ રહી છે છે. લુએ કહ્યું કે, જ્યાં સુધી હું જાણુ છું કે આ મહત્વપુર્ણ બેઠક થઇ રહી છે અને એનપીટી પર હસ્તાક્ષર નહી કરનારા દેશોની ભાગીદારી તથા તેની સાથે જોડાયેલા રાજનીતિક અને કાયદાકીય મુદ્દાઓ પર ચર્ચા થશે.