કિબિથૂ : ડોકલામ બાદ હવે અરૂણાચલપ્રદેશમાં ભારત અને ચીનની વચ્ચે વિવાદની સ્થિતી પેદા થઇ છે. રણનીતિક રીતે ખુબ જ સંવેદનશીલ અરૂણાચલ પ્રદેશનાં આસફિલા વિસ્તારમાં ભારતીય સેનાનાં પેટ્રોલિંગને ચીને અતિક્રમણ ગણાવ્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે ચીનનાં વિરોધને ભારતીય સેનાએ ફગાવી દીધો હતો. એક અધિકારીક સુત્રએ આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ગત્ત 15 માર્ચે બોર્ડર પર્સનલ મીટિંગ દરમિયાન ચીની પક્ષની તરફથી આ વાત ઉઠાવવામાં આવી હતી, જેને ભારતીય સેનાએ ફગાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય સેનાએ કહ્યુ કે આ વિસ્તાર અરૂણાચલ પ્રદેશનાં ઉપરી સુબાનસિરી જિલ્લામાં છે અને ભારતીય સૈનિકો અવારનવાર ત્યાં પેટ્રોલિંગ કરે છે. સુત્રોનાં અનુસા ચીની પક્ષે આ વિસ્તારમાં ભારતીય સૈનિકોનાં પેટ્રોલિંગને અતિક્રમણ ગણાવ્યું હતું, જેનાં અંગે ભારતીય સેનાએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આસફિલામાં પેટ્રોલીંગનો ચીન દ્વારા વિરોધ આશ્ચર્યજનક છે. આ વિસ્તારમાંચીની સૈનિકો વારંવાર ઘૂસણખોરી કરતા રહે છે અને ભારતીય સેનાએ તેને ગંભીરતાથી લીધો છે. 


બોર્ડર પર્સનલ મીટિંગ હેઠળ બંન્ને પક્ષોએ અતિક્રમણની કોઇ પણ ઘટના માટે પોતાનો વિરોધ વ્યક્ત કરાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન અને ભારત વચ્ચ અરૂણાચલમાં સીમા મુદ્દે અલગ અલગ દાવાઓ છે. મીટિંદ દરમિયાન ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનાં પ્રતિનિધઇમંડળે આસફિયામાં ભારતીય સૈનિકોનાં સધન પેટ્રોલિંગનો વિરોધ કરતા કહ્યું કે, આવા ઉલ્લંધન કરવાનાં કારણે બંન્ને દેશો વચ્ચેનાં તણાવમાં વધારો થશે. 


જો કે ચીનનાં દાવાઓને ફગાવી દેતા ભારતીય સેનાએ કહ્યુ કે, અમારા સૈનિકો તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા રહેશે. સેનાએ કહ્યું કે, અમે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક સીમા રેખા અંગે પુરતી માહિતી છે અને અમે બંન્ને દેશોની સીમાને સમજીએ છીએ. આ વિસ્તારમાં ચીન અને ભારત વચ્ચે પોતાની સીમાઓ મુદ્દે મતભેદ છે.