ચીને દુનિયાને બતાવ્યું પોતાનું સૌથી ખતરનાક લેઝર હથિયાર, થઈ શકે છે ભારતીય સરહદે તૈનાત
જુલાઈ મહિનામાં અમેરિકાના એક સૈન્ય અધિકારીએ ખુલાસો કર્યો હતો કે, સપ્ટેમ્બર 2017 બાદ અત્યાર સુદી 20 પ્રકારની અલગ અલગ ઘટનાઓમાં અમેરિકન વિમાનોને નિશાન બનાવવા માટે લેઝર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રવક્તાએ નામ ન આપવાની શરતે સીએનએનને જણાવ્યું કે, લેઝર કિરણો અમેરિકન વિમાનો પર ફ્લેશ કરાઈ અ્ને તેમાં ચીનનો હાથ હોવાની શક્યતા છે.
બીજિંગ : ચીને નવી લેઝર રક્ષા હથિયાર સિસ્ટમનું પ્રદર્શન કર્યું છે. જે હવામાં નિશાન લગાવીને ડ્રોન, નિર્દેશિત બર્મો અને મોર્ટારને નષ્ટ કરવામાં સક્ષમ છે. સરકારી પેપર ગ્લોબલ ટાઈમ્સના ખબર અનુસાર, દક્ષિણી ગુઆંગદોંગ પ્રાંતના જ્યુહાઈ શહેરમાં આયોજિત એર શોમાં આ નવી સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સિસ્ટમને બહુ જ સરળતાથી ભારતની સરહદ પાસે તિબેટના પઠાર અને દક્ષિણ ચીન સાગરના વિવાદીત ટાપુઓમાં તૈનાત કરી શકાય છે. વાહન ચાલિત આ પ્રણાલીનું ના ‘એલડબલ્યુ 30’ લેઝર હથિયાર સિસ્ટમ છે. જેને દેશમાં સૌથી મોટી મિસાઈલ નિર્માતાઓમાં સામેલ ચીન એરોસ્પેસ સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને તેને બનાવ્યું છે.
આ પહેલા ગત જુલાઈ મહિનામાં અમેરિકાના એક સૈન્ય અધિકારીએ ખુલાસો કર્યો હતો કે, સપ્ટેમ્બર 2017 બાદ અત્યાર સુદી 20 પ્રકારની અલગ અલગ ઘટનાઓમાં અમેરિકન વિમાનોને નિશાન બનાવવા માટે લેઝર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રવક્તાએ નામ ન આપવાની શરતે સીએનએનને જણાવ્યું કે, લેઝર કિરણો અમેરિકન વિમાનો પર ફ્લેશ કરાઈ અ્ને તેમાં ચીનનો હાથ હોવાની શક્યતા છે.
પ્રવક્તાએ ક્હયું કે, જોકે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ ઘાયલ થયું નતી. અધિકારીએ સીએનએનને જણાવ્યું કે, આ વાતની પુષ્ટિ થઈ નથી કે પ્રશાંત ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાયેલ લેઝર હથિયાર સેનાના હતા કે વ્યવસાયિક. પરંતુ તેનાથી પાયલોટને નુકશાન પહોંચી શક્તુ હતું. જોકે, આ મામલે શુક્રવારે નિયમિત પ્રેસ બ્રીફિંગમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, પ્રાસંગિક અધિકારીઓ પાસેથી અમને જે માલૂમ પડ્યું, તે મુજબ અમેરિકન મીડિયા દ્વારા આપવામાં આવેલ રિપોર્ટમાં આરોપ પાયાવિહોણા અને ઘડી કાઢવામાં આવેલા છે.
સંદિગ્ધ લેઝર હુમલાનો નવો સમય પૂર્વી ચીન સમુદ્રની આસપાસ છે, જે વિવાદીત ટાપુઓની હારમાળાનું ઘર માનવામાં આવે છે. તેમાં સેનાકાકૂ સહિત જાપાન અને ચીન બંનેએ દાવો કર્યો છે, જેને દીઓયુના નામથી જાણવામાં આવે છે. આ ક્ષેત્રના પાણીનો ઉપયોગ ચીન અને જાપાન બંને દ્વારા લેવામાં આવે છે.