Corona Testing માટે શરૂ થઇ આ વિચિત્ર રીત, જાણીને ગુસ્સો આવશે
અધિકારીઓએ લોકોના ગુદા દ્રારમાં સ્લાઇડ નાખી અને તેને ઘણી વખત ફેરવી. ત્યારબાદ સ્વેબ સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી
બેઇજિંગઃ છેલ્લા બે વર્ષથી દુનિયાને પોતાની ઝપેટમાં લેનાર કોરોના મહામારીએ લોકોની કમર તોડી નાખી છે. મહામારીને રોકવા માટે તમામ દેશો કોરોના વાયરસના ટેસ્ટીંગ (Corona Testing)ને વધારવામાં વ્યસ્ત છે. હવે ચીને (China) ટેસ્ટિંગ માટે એવી અપનાવી છે જેના વિશે જાણીને તમે પણ ગુસ્સે થઈ જશો.
ડોર ટુ ડોર કોરોના ટેસ્ટીંગ
ધ સનના અહેવાલ મુજબ, 2 અઠવાડિયા પછી ચીન (China) ની રાજધાની બેઇજિંગમાં વિન્ટર ઓલિમ્પિકWinter Olympics 2022) નું આયોજન થવા જઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને, ચીને સમગ્ર બેઇજિંગ શહેરમાં કડક લોકડાઉન લાગુ કર્યું છે અને લોકોનું ઘરે-ઘરે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, શહેરના એક એપાર્ટમેન્ટમાં 27 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં 26 વર્ષીય મહિલામાં ઓમિક્રોન વેરિઅન્ટ હોવાની પુષ્ટિ થઈ હતી. બેઇજિંગમાં ઓમિક્રોનનો આ પહેલો કેસ હોવાનું કહેવાય છે.
વાંધાજનક રીતે કરવામાં આવે છે ટેસ્ટ
એપાર્ટમેન્ટમાં કોરોના ટેસ્ટિંગ (Corona Testing) માટે અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ માત્ર માનવીય ગરિમાની વિરુદ્ધ નથી પરંતુ તે અનૈતિક પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, અધિકારીઓએ લોકોના ગુદા દ્રારમાં સ્લાઇડ નાખી અને તેને ઘણી વખત ફેરવી. ત્યારબાદ સ્વેબ સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. અધિકારીઓનો દાવો છે કે કોરોના વાયરસની તપાસ કરવાની આ સૌથી સચોટ રીત છે.
ગર્ભવતી મહિલાએ 6 બાળકોની સામે કર્યું બોયફ્રેન્ડનું મર્ડર, ઘોંપી દીધું ચાકૂ
ચીની નિષ્ણાતોએ આપી હતી સલાહ
રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે માર્ચમાં ચીનમાં શ્વસન રોગના નિષ્ણાત Li Tongzeng એ કહ્યું હતું કે નાક અથવા ગળામાંથી સેમ્પલ લેવાનો વધુ બહુ ફાયદો નથી. તેની તપાસના પરિણામો બહુ સચોટ નથી. તેમણે સૂચન કર્યું કે ગુદામાં સ્લાઈડ નાખીને ત્યાંથી સ્વેબ સેમ્પલ લેવા જોઈએ. ચીને હવે તેના નિષ્ણાતના આ સૂચનને 10 મહિના પછી લાગુ કરવાનું શરૂ કર્યું છે.
યુએસ-જાપાને વ્યક્ત કર્યો વિરોધ
ચીન (China)ના આ વિચિત્ર કોરોના ટેસ્ટિંગ (Corona Testing) થી વિવાદ શરૂ થયો છે. રિપોર્ટ અનુસાર, ચીને તેના દેશમાં તૈનાત તમામ રાજદ્વારીઓને આ Anal Testing કરાવવાની સૂચના આપી છે. અમેરિકાએ આ નિર્દેશ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને માનવીય ગરિમા વિરુદ્ધ ગણાવ્યો છે. ચીનના પાડોશી દેશ જાપાને પણ આ વિચિત્ર પરીક્ષણ પર નારાજગી વ્યક્ત કરી છે.
ચૂંટણી રાજ્યોમાં રેલી અને રોડ શો પર પ્રતિબંધ યથાવત રહશે, EC એ લીધો પાબંધી વધારવાનો નિર્ણય
ચીને વિરોધને આપ્યું નહી મહત્વ
જાપાને કહ્યું કે ચીનમાં જનાર અથવા ત્યાં પરત ફરનાર તેમના દેશના લોકોને ચીન Anal Testing કરાવવા માટે મજબૂર કરી રહ્યું છે. ચીનથી પરત ફરેલા ઘણા જાપાનીઓ આના કારણે માનસિક તણાવનો શિકાર બન્યા છે. જાપાને ચીનને આ ટેસ્ટીંગ (Corona Testing) ને તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે. તો બીજી તરફ, અન્ય દેશોના વાંધાઓને નજરઅંદાજ કરતાં ચીન (China) ના ડૉક્ટર Lu Hongzhou એ સલાહ આપી છે કે ચીન આવતા પ્રવાસીઓ આ ટેસ્ટ એરપોર્ટ પર જ કરાવી શકે છે.
કડક લોકડાઉનમાંથી પસાર થઈ રહ્યું છે ચીન
રિપોર્ટ અનુસાર, 15 જાન્યુઆરીએ બેઇજિંગમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યા બાદ સમગ્ર શહેરમાં કડક લોકડાઉન લાગુ છે. સરકારી આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને લોકોનું Anal Testing કરી રહ્યા છે. આ દરમિયાન, શહેરમાં ઓમિક્રોનથી સંક્રમિત 11 દર્દીઓની પુષ્ટિ થઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ચીને જનતાને ઓલિમ્પિક ટિકિટો વેચવાની યોજના રદ કરી છે.
ઓલિમ્પિક ટિકિટનું વેચાણ અટકાવ્યું
ચીને જાહેરાત કરી છે કે આ વિન્ટર ઓલિમ્પિક (Winter Olympics 2022) માં માત્ર સિલેક્ટેડ દર્શકોને જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે અને જાહેર મેળાવડા ટાળવામાં આવશે. તો બીજી તરફ ઓલિમ્પિક આયોજક સમિતિના લોકોએ કહ્યું કે વાયરસને ફેલાતો અટકાવવા માટે ઓલિમ્પિક મશાલ રિલેને જનતાથી દૂર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube