નવી દિલ્હીઃ ઈસ્ટર્ન લદ્દાખમાં એલએસી (LAC) પર ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને ખતમ કરવાની પ્રક્રિયામાં હાલ ટેન્કો પાછળ કરી લીધા છે. બુધવારે ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરૂ કરતા પહેલા ભારત અને ચીનની સેનાના લોકલ કમાન્ડર્સની બેઠક થઈ. ત્યારબાદ પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારાથી બન્ને દેશોએ પોતાના ટેન્કને પાછળ કરવાનું શરૂ કરી દીધું. પ્રક્રિયાનું વેરિફિકેશન ભારત અને ચીનની સેના મળીને કરી રહી છે. દરરોજ બે વખત લોકલ કમાન્ડર્સ મળી રહ્યાં છે. 


ઈન્ડિયન આર્મીના એક સીનિયર અધિકારી પ્રમાણે બન્ને દેશોએ દક્ષિણી કિનારા પર મોટી સંખ્યામાં ટેન્કોની તૈનાતી કરી હતી. બુધવારે ટેન્કોની સાથે કોમ્બેટ વીઇકલને પાછળ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું. ટેન્ક હજુ એક નક્કી અંતરથી પાછળ કરી લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, દરેક પગલાનું બન્ને દેશ જોઈન્ટ વેરિફિકેશન કરી રહ્યાં છે. તેમાં ફિઝિકલ વેરિફિકેશનની સાથે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન પણ થશે. ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન માટે સેટેલાઇન ઇમેજની સાથે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube