લોહિયાળ સંઘર્ષ પર વિદેશ મંત્રીનો જવાબ, કહ્યું- ગલવાનમાં જે થયું તે ચીનનું પ્લાનિંગ હતું
LAC પર સોમવાર રાતે થયેલા હિંસક સંઘર્ષ પર ભારતે ચીનને જોરદાર સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે ગલવાનમાં જે બન્યું તે ચીનનું પ્લાનિંગ હતું. ચીને જમીનની પરિસ્થિતિ બદલવાની કાવતરું ઘડ્યું હતું. તેનો હેતુ તથ્યોને બદલવાનો છે. એસ જયશંકરે જણાવ્યું કે, બુધવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની ફોન પરની વાતચીતમાં આ વાત કહ્યું.
નવી દિલ્હી: LAC પર સોમવાર રાતે થયેલા હિંસક સંઘર્ષ પર ભારતે ચીનને જોરદાર સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે ગલવાનમાં જે બન્યું તે ચીનનું પ્લાનિંગ હતું. ચીને જમીનની પરિસ્થિતિ બદલવાની કાવતરું ઘડ્યું હતું. તેનો હેતુ તથ્યોને બદલવાનો છે. એસ જયશંકરે જણાવ્યું કે, બુધવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની ફોન પરની વાતચીતમાં આ વાત કહ્યું.
આ પણ વાંચો:- શહીદ કર્નલ સંતોષ બાબુની 9 વર્ષીની દીકરીએ પિતાને આપી શ્રદ્ધાંજલિ, તસવીર જોઈ ભાવુક થયા લોકો
એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને કહ્યું કે, ગલવાનમાં જે કંઇ પણ થયું, તેને ચીને સમજી-વિચારી અને પૂર્વઆયોજિત રણનીતિ હેઠળ અંજામ આપ્યો છે. તેથી, તે ભવિષ્યની ઘટનાઓની જવાબદારી તેના પર હેશે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, આ ઘટના દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર અસર કરશે.
આ પણ વાંચો:- LAC પર તણાવ: હાઇ એલર્ટ પર નૌકાદળ, દરિયાઈ સીમા પર તૈનાત યુદ્ધ જહાજ
આ વાતચીતમાં, ચીનના વિદેશ મંત્રીએ આ વાત પર ભાર મૂક્યો હતો કે મતભેદોને દૂર કરવા માટે, બંને પક્ષોએ હાલની પદ્ધતિઓ દ્વારા સંવાદ અને સંકલનની રીતને વધુ સુધારવી જોઈએ. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, 15 જૂનની સાંજે બંને મોરચાઓ વચ્ચે લશ્કરી કક્ષાની બેઠકમાં જે સર્વસંમતિ બની હતી તેને ભારતીય સૈન્યે તોડી નાખી. તેમણે કહ્યું કે, જ્યારે ગલવાન ખાડીમાં સ્થિતિ સામાન્ય હોવા પર ભારતીય સૈનિકોએ એલએસીને પાર કરી અને અમારા સૈનિકોને ઉશ્કેર્યા.
આ પણ વાંચો:- બોર્ડર પરના તણાવ વચ્ચે બંને દેશના વિદેશ મંત્રીઓની વાત, ચીને આ વાત પર મૂક્યો ભાર
વાંગ યીએ કહ્યું કે, ભારતીય સેનાએ સરહદ મુદ્દે બંને દેશો વચ્ચેના કરારનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ભારતને આ ઘટનાની તપાસ કરવા જણાવ્યું છે અને કહ્યું કે, જે આ માટે જવાબદાર છે તેને સજા થવી જોઈએ. જેથી આગળ આવી કોઈ ઘટના ન બને.
આ પણ વાંચો:- રિટાયર્ડ બ્રિગેડિયરે ખોલી ચીનના દુષ્ટ ઇરાદાની પોલ, કહી આ મોટી વાત
તમને જણાવી દઇએ કે, 15 જૂન સોમવાર રાતે ભારત અને ચીન સૈનિકોની વચ્ચે ગલવાન ખાડીમાં લોહિયાળ સંઘર્ષ થયો. જેમાં ભરાતના 20 સૈનિકો શહીદ થયા છે. ત્યારે ચીનના સૈનિકોના મોતના પણ સમાચાર મળ્યા છે. 1975 બાદ પ્રથમ વખત આ પ્રકારની હિંસક ઘટનાને લઇ બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે.
આ પણ વાંચો:- લદ્દાખમાં લોહિયાળ સંઘર્ષ: 1-1 ભારતીય જવાન 5-5 ચીનના સૈનિકો પર પડ્યા ભારે
ગલવાન ખાડીમાં ભારતીય સૈનિકોના શહીદોના મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય. તેનો મુંહતોડ જવાબ આપવામાં આવશે. ભારત શાંતિ ઇચ્છે છે. આપણે કોઈને ઉશ્કેરતા નથી પરંતુ જવાબ આપણને જવાબ આપતા આવડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube